નૂપુર શર્માનું સમર્થન કરનાર હાઇકોર્ટના વકીલને મળી ધમકી, પછી પોલીસે...
નૂપુર શર્માનો ફોટો 3 મિનિટ માટે સ્ટેટસમાં મૂકનાર હાઇકોર્ટેના વકીલને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નૂપુર શર્માને સમર્થન કરતો ફોટો વકીલે સ્ટેટસમાં મુક્યો અને તે ફોટો લંડનના એક વ્યક્તિએ મુસ્લિમ સમાજના કેટલાક ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ભુજના પીટી ટિચરની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : નૂપુર શર્માનો ફોટો 3 મિનિટ માટે સ્ટેટસમાં મૂકનાર હાઇકોર્ટેના વકીલને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નૂપુર શર્માને સમર્થન કરતો ફોટો વકીલે સ્ટેટસમાં મુક્યો અને તે ફોટો લંડનના એક વ્યક્તિએ મુસ્લિમ સમાજના કેટલાક ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ભુજના પીટી ટિચરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ શાહનવાજ મોહમદ હુશેન સુમારા છે. જે ખાનગી શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઘણી બધી કુસ્તિ સ્પર્ધા રમ્યો પણ છે. પરંતુ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શાહનવાજ મોહમદ હુશેન સુમારાએ ગુજરાત હાઈકોર્ટના વકિલ કૃપાલ રાવલને ધમકી આપી હતી. અલગ અલગ સમયે ફોન કરી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી તેની વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી કૃપાલ રાવલે 13 જૂને બપોરે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો. જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો. જે ફોટો ફરિયાદીના સંપર્કમાં રહેલા યુવક કે, જે લંડન રહે છે. તેવા સુફિયાન ગેના નામના ઈશમે આ ફોટાનો સ્ક્રિન શોટ લઈ કેટલા મુસ્લિમ સમુદાયના ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જે બાદ ઝડપાયેલ આરોપી શાહનવાજ મોહમદ હુશેન સુમારાએ ફરિયાદીને ધમકી આપી હતી.
મહત્વનુ છે કે, ફરિયાદી વકિલને ધમકી આપનાર આરોપીની તો પોલીસે ધરપકડ કરી. પરંતુ જે બાદ ઈરાદા શાથે લંડનના રહેવાશી સુફિયાને આ ફોટો અલગ અલગ ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો. તે અંગે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ અને લંડનના સુફિયાનનો આ ગુનામા શું રોલ સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે