J&K: લશ્કરના સૌથી મોટા ટેરર મોડ્યૂલનો ભાંડાફોડ, ભારે માત્રામાં ડ્રગ્સ અને પૈસા મળી આવ્યા

જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં પોલીસે પાકિસ્તાન પ્રાયોજિત નાર્કો-ટેરર મોડ્યુલ ભાંડાફોડ કર્યો છે. આ મામલે પોલીસે 3 આતંકવાદી સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પાસેથી 21 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે. 

J&K: લશ્કરના સૌથી મોટા ટેરર મોડ્યૂલનો ભાંડાફોડ, ભારે માત્રામાં ડ્રગ્સ અને પૈસા મળી આવ્યા

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં પોલીસે પાકિસ્તાન પ્રાયોજિત નાર્કો-ટેરર મોડ્યુલ ભાંડાફોડ કર્યો છે. આ મામલે પોલીસે 3 આતંકવાદી સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પાસેથી 21 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 100 કરોડ રૂપિયાની આસપાસ છે. 

હંદવાડા પોલીસે ગુરૂવારે કાશ્મીરના સૌથી મોટા નાર્કો આતંકવાદી મોડ્યૂલનો ભાંડાફોડ કર્યો છે. જે કાશ્મીરમાં આતંકવાદીઓ માટે મોટો ધક્કો છે. જાણકારી અનુસાર કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ માટે આ રકમનો ઉપયોગ કરવાનો હતો. 

પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે એક વિશ્વનીય સૂત્ર પાસેથી ઘાટીમાં પાકિસ્તાન પ્રાયોજિત નાર્કો-ટેરર મોડ્યૂલની ખબર પડી હતી. ત્યારબાદ પોલીસે જાળ પાથરી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી સમર્થકોની ધરપકડ કરી લીધી.  

એસપી હંદવાડા જમ્મૂ કાશ્મીર પોલીસ જીવી સંદીપ ચક્રવતીએ કહ્યું કે ''હંદવાડા પોલીસે પાકિસ્તાન પ્રાયોજિત નાર્કો ટેરર મોડ્યૂલ ભંડાફોડ કર્યો. અમે લશ્કરના 3 આતંકવાદી સમર્થકોની ધરપકડ કરી છે. આતંકવાદી પાસે 21 કિલ્લો હેરોઇન જેની કિંમત લગભગ 100 કરોડ છે અને 1.34 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ હવાલા મોડ્યૂની તપાસ કરવામાં આવી રહી છે. 

પોલીસે ધરપકડ કરેલા લશ્કરના આતંકવાદીની ઓળખ અબ્દુલ મોમીન પીર, ઇસ્લામ ઉલ હક પીર અને સૈયદ ઇફ્તિખાર ઇંદ્બાબી તરીકે કરી છે. પોલીસે કહ્યું કે આ મામલે કેટલાક લોકો ફરાર છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news