નવા ભર્તી આતંકવાદીઓને મુખ્યધારામાં લાવવા J&K પોલીસની સંપર્ક યાત્રા

જમ્મુ કાશ્મીર પોલીસનાં મહાનિર્દેશક એસ.પી વૈદ્યે કહ્યું કે, પોલીસ નવા ભર્તી આતંકવાદીઓનાં પરિવારોને મદદ કરવા માટે અપીલ કરશે

નવા ભર્તી આતંકવાદીઓને મુખ્યધારામાં લાવવા J&K પોલીસની સંપર્ક યાત્રા

શ્રીનગર : આતંકવાદીઓની સંખ્યામાં અસામાન્ય વધારાથી ચિંતિત જમ્મુ કાશ્મીર પોલીસ સંપર્ક કાર્યક્રમ ઝડપી કરવા માટેનો નિર્ણય કર્યો છે. જેનાં કારણે તેઓ પરિવાર દ્વારા નવી ભરતી આતંકવાદીઓને હથિયાર ફેંકી દેવા અને મુખ્યધારામાં પરત લાવવા માટે તૈયાર કરવામાં આવી શકે. જમ્મુ કાશ્મીર પોલીસનાં મહાનિર્દેશક એસ.પી વૈદ્યે કહ્યું કે, પોલીસ નવા ભર્તી આતંકવાદીઓનાં પરિવાર સુધી પહોંચી રહ્યા છે અને તેમને કહી રહી છે કે તેઓ પોતાનાં બાળકો સાથે હથિયાર ફેંકી દેવા અને ઘરે પરત ફરવા માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગુમરાહ થયેલા યુવાનોને ઘર અને મુખ્યધારામાં પરત લાવવા માટે સંપર્ક કાર્યક્રમ યથાવત્ત રહેશે. 

વૈદ્યે કહ્યું કે, તેમાં કેટલીક સફળતા મળી છે અને કેટલાક આતંકવાદીઓએ આતંકવાદ છોડ્યું છે અને ઘર પરત ફર્યા છે. પોલીસનાં એક અધિકારી અનુસાર આ વર્ષે કાશ્મીર ખીણમાં 80થી વધારે યુવાનો આતંકવાદ સાથે જોડાયેલા છે જેમાંથી કેટલાક પાસે સ્ત્રાતકોતરની ડિગ્રી છે. રાજ્યનાં પોલીસ પ્રમુખે કહ્યું કે, પોલીસ પોતાની સામાન્ય કાર્યપ્રણાલીથી પરે ખીણનાં યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના ભર તેમનાં મગજને બદલી રહ્યા છે. 

કાશ્મીરમાં બે આતંકવાદીઓનાં મોત, એકે આત્મસમર્પણ કર્યું
બીજી તરફ દક્ષિણ કાશ્મીરનાં કુલગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળોની સાથે થયેલા ઘર્ષણમાં બે આતંકવાદીઓનાં મોત થયા જ્યારે એક અન્ય આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું. પોલીસે જણાવ્યું કે, કુલગામા જિલ્લામાં કૈમોહનાં ચેદર બાન વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની હાજરી મુદ્દે એક ગુપ્ત માહિતી મળી હતી. આ અંગે બપોરે જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાએ શંકાસ્પદ મકાનની ઘેરાબંધી કરી લીધી.

પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે સંયુક્ત પેટ્રોલિંગ દળ શંકાસ્પદ ઘરની તરફ વધ્યા, અંતર છુપાયેલા આતંકવાદી દળોએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર ચાલુ કરી દીધી. તેના પર સુરક્ષા દળોએ સાવધાનીપુર્વક જવાબી કાર્યવાહી કરી જેનાંથી ક્ષેત્રમાં ઘર્ષણ ચાલુ થઇ ગઇ. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં મકાનની અંદર છુપાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news