ઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ

ઝારખંડમાં બીજા તબક્કા માટે સવારે સાત વાગ્યાથી મતદાન (Voting) શરૂ થઈ ગયું છે. ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 20 સીટો પર મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં શનિવારે સવારે 7 વાગ્યાથી લઇ સાંજે 5 વાગ્યા સુધી અને અન્ય 18 વિધાનસભા ક્ષેત્રોમાં સવારે 7 વાગ્યાથી લઇને બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ

નવી દિલ્હી : ઝારખંડમાં બીજા તબક્કા માટે સવારે સાત વાગ્યાથી મતદાન (Voting) શરૂ થઈ ગયું છે. ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 20 સીટો પર મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં શનિવારે સવારે 7 વાગ્યાથી લઇ સાંજે 5 વાગ્યા સુધી અને અન્ય 18 વિધાનસભા ક્ષેત્રોમાં સવારે 7 વાગ્યાથી લઇને બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. આ બીજા તબક્કામાં મુખ્યમંત્રી રઘુવર દાસ સહિત 260 ઉમેદવારો જંગમાં છે. તેમાંથી 29 મહિલા ઉમેદવાર છે. 2014ની ચૂંટણીમાં આ 20 બેઠક પર 68.01 ટકા જેટલું મતદાન થયું હતું. બીજા તબક્કામાં બીજેપી-જેવીએમ 20-20 સીટો પર, જેએમએમ 14 સીટ પર તેમજ કોંગ્રેસ 6 સીટ પર ચૂંટણી લડી રહી છે. 

— ANI (@ANI) 30 November 2019

ઝારખંડમાં બીજા તબક્કામાં બહારોગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ, સરાયકેલા, ખરસાવાં, ચાબસાઈ, મઝગાંવ, જગરનાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, તમાડ, સિસઈ, માંડર, તોરપા, ખૂંટી, સિમડેગા, કોલેબિરામાં મતદાન થશે. આજે જેમનું ભાવિ મતપેટીમાં સીલ થવાનું છે એવા ઉમેદવારોમાં ઓછામાં ઓછા 67 ઉમેદવારો દાગી એટલે કે ગુનેગાર હોવાની માહિતી  મળી હતી.

— ANI (@ANI) 30 November 2019

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો આજે સવારે આરંભ થયો છે. આ ચૂંટણીના પરિણામ સાથે મુખ્યમંત્રી રઘુવર દાસ, સ્પીકર ડો. દિનેશ ઉરાંવ, ભાજપાના બાગી નેતા સરયૂ રાય, મંત્રી નીલકંઠ મુંડા, મંત્રી રામચંદ્ર સહિસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા સહિત કેટલાય દિગ્ગજોની પ્રતિષ્ઠા આ તબક્કા સાથે જોડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news