ઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી
Trending Photos
અમદાવાદ :જો તમે અત્યાર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યુ, તો તમારી પાસે આઈટીઆર ભરવાનો માર્ચ, 2020 સુધીનો સમય છે. પરંતુ તમે આ મહિનો એટલે કે ડિસેમ્બરના અંત સુધી તમારું આઈટીઆર ફાઈલ કરો છો, તો તમને માત્ર 5000 રૂપિયા જ પેનલ્ટી લાગશે. પરંતુ જો તમે 31 ડિસેમ્બરની ડેડલાઈન પાર કરી જાઓ છો, તો તમને 10000 રૂપિયા પેનલ્ટી લાગી શકે છે. ફાઈનાન્શિયલ વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (income tax department)એ 31 જુલાઈની ડેડલાઈન નક્કી કરી દીધી હતી, જેને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી હતી.
31 ઓગસ્ટ બાદ જે પણ આઈટીઆર ફાઈલ થાય છે, તેને મોડા ફાઈલ થયેલા માનવામાં આવે છે અને તેના પર પેનલ્ટી આપવી પડે છે. ઈન્કમ ટેક્સ એક્ટ (Income Tax Act, 1961), 1961 ના સેક્શન 234F અંતર્ગત આવામાં 31 ડિસેમ્બર સુધી ફાઈલિંગ પર 5000 રૂપિયા અને તેના બાદ 10000 રૂપિયા પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, જો કરદાતાની કુલ આવક 5 લાખ રૂપિયા છે, તો પેનલ્ટીમાં 1000 રૂપિયા ઓછા કરવાની છૂટ આપવામાં આવે છે.
આઈટીઆર ફાઈલ મોડુ કરવાના નુકસાન પણ છે. આ અંતર્ગત ડેડલાઈન બાદ સેક્શન 80 અંતર્ગત હાઉસ પ્રોપર્ટીના કોઈ પણ પ્રકારના નુકસાનને કાઉન્ટ કરવામાં નહિ આવે. સાથે જ ઈન્કમ ટેક્સ કાયદાના Chapter VI-A અંતર્ગત મોડા ફાઈલ કરાતા આઈટીઆર કોઈ પણ ડિડક્શનની પરમિશન નથી. જો તમારો કોઈ ટેક્સ બાકી છે, તો તમને બાકી રાશિ પર 1 ટકાના વ્યાજ ચૂકવવાનું કહેવામાં આવશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને આ મામલે મેસેજ પણ મોકલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે