UP: દેવબંધની હોસ્ટેલમાંથી જૈશના 2 આતંકીઓની ધરપકડ, ભરતી માટે વિદ્યાર્થી બનીને રહેતા હતાં

પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની આજે યુપીના સહારનપુરથી પોલીસે ધરપકડ  કરી.

UP: દેવબંધની હોસ્ટેલમાંથી જૈશના 2 આતંકીઓની ધરપકડ, ભરતી માટે વિદ્યાર્થી બનીને રહેતા હતાં

સહારનપુર: પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની આજે યુપીના સહારનપુરથી પોલીસે ધરપકડ  કરી. ધરપકડ કરાયેલા એક આતંકીનું નામ શાહનવાઝ અહેમદ તેલી છે. પોલીસનું કહેવું છે કે આ આતંકી જૈશ માટે આતંકીઓની ભરતીનું કામ કરે છે.  મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલો આતંકી કુલગામનો રહીશ છે. પકડાયેલા બીજા આતંકીનું નામ આકિબ અહેમદ મલિક છે. જે પુલવામાનો રહીશ છે. આ બંનેની ધરપકડ દેવબંધની હોસ્ટેલમાંથી  કરવામાં આવી છે. બંને અહીં વિદ્યાર્થીઓ બનીને રહેતા હતાં. 

યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે શાહનવાઝ જૈશ સાથે જોડાયેલો છે, તે એક્ટિવ મેમ્બર છે અને નવી ભરતી માટે અહીં આવ્યો હતો. આ બંને પાસેથી 32 બોરની પિસ્તોલ મળી આવી છે. 30 જીવિત કારતૂસ મળ્યાં છે. પોલીસને આ લોકો પાસેથી અનેક જેહાદી વાતચીતના દસ્તાવેજ મળ્યા છે. આ બંનેમાંથી શાહનવાઝને ગ્રેનેડ લોન્ચ કરવામાં એક્સપર્ટ ગણવામાં આવે છે. પોલીસે કહ્યું કે બંનેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરાશે. પૂછપરછમાં અમે તેમનો શું લક્ષ્ય હતો અને કોણ  તેમને ફંડિંગ કરી રહ્યું હતું તે અંગે જાણકારી મેળવવા ઈચ્છીશું. 

UP: દેવબંધની હોસ્ટેલમાંથી જૈશના 2 આતંકીઓની ધરપકડ, ભરતી માટે વિદ્યાર્થી બનીને રહેતા હતાં

એટીએસને મળેલી માહિતી મુજબ પશ્ચિમ યુપીના અનેક જિલ્લાઓમાં આતંકી ષડયંત્ર રચાઈ રહ્યાં હતાં. આ કડીમાં ગત રાતે દેવબંધ હોસ્ટેલમાં દરોડા પાડ્યા બાદ આ  ધરપકડ થઈ. એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાક વધુ લોકોની પણ પૂછપરછ થઈ રહી છે અને ધરપકડનો આંકડો વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news