પુલવામા હુમલા પર Zee Newsના રાષ્ટ્રવાદી રિપોર્ટિંગથી રોષે ભરાયું જૈશ, સુધીર ચોધરીના શો DNAનો કર્યો ઉલ્લેખ

પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશે તેમના ઑનલાઇન મુખપૃષ્ઠ 'અલ કલામ' ના સંપાદકીયમાં Zee News અને દેશનો સોથી લોકપ્રિય શો ‘DNA વીથ સુધીર ચૌધરી’નો ઉલ્લેખ કર્યો છે.

પુલવામા હુમલા પર Zee Newsના રાષ્ટ્રવાદી રિપોર્ટિંગથી રોષે ભરાયું જૈશ, સુધીર ચોધરીના શો DNAનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: પુલવામાં હુમલા પર Zee Newsના રાષ્ટ્રવાદી રિપોર્ટિંગથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ રોષે ભરાયું છે. પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશે તેમના ઑનલાઇન મુખપૃષ્ઠ 'અલ કલામ' ના સંપાદકીયમાં Zee News અને દેશનો સોથી લોકપ્રિય શો ‘DNA વીથ સુધીર ચૌધરી’નો ઉલ્લેખ કર્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જૈશ-એ-મોહમ્મદના ગેંગસ્ટર મસૂદ અઝહર સુધી Zee Newsનો હુંકાર પહોંચી રહ્યો છે. તેનાથી જૈશના ગેંગસ્ટર આતંકી મૌલાના મસૂદ અઝહર તિલમિલા ઉઠ્યો છે. જેથી મોટો પ્રશ્ન ઊભો થયો છે, Zee Newsના રાષ્ટ્રવાદી રિપોર્ટિંગથી મસૂદ અઝહરને ડર કેમ લાગે છે?

જૈશના મુખપૃષ્ઠ અલ કલામમાં ઉર્દૂમાં જે Zee News અને ભારતીય મીડિયા વિશે લખવામાં આવ્યું છે. તેનું ગુજરાતી અનુવાદ અમે તમારી સામે કરી રહ્યાં છે. આ સંપાદકીયનું ગુજરાતી શીર્ષક છે- ‘ભારતીય મીડિયાની નકારાત્મક અને નિંદા કરવા લાયક સ્વરૂપ’ આ સંપાદિત અંશ પર આવો કરીએ નજર:

આજના સમયમાં મીડિયાનું કેરેક્ટર કોઇપણ દેશ અથવા સમાજ માટે ખુબ જ મહત્વ ધરાવે છે. એટલા માટે દેશના મહત્વના ચાર સ્તંભોમાં ગણના કરવામાં આવે છે. આજ મહત્વને જોઇને કહેવામાં આવે છે કે કોઇ દેશ અથવા સમાજને ખરાબ અથવા સુધારવામાં પણ મીડિયાનો મહત્વનો રોલ હોય છે. દુનિયાભરના વિકસિત દેશોમાં મીડિયા જ્યાં સમાજ અને દેશના રાજકારણ પર સ્વસ્થ ચર્ચાથી કામ લે છે, ત્યારે ત્યાંની ગંભીર નાગરિક મીડિયાના કેરેક્ટર પર ખાસ નજર રાખે છે. આ કારણથી મીડિયાના બનાવટી અને નકારાત્મક પાત્રો પર ઘણી ટીકા કરવામાં આવે છે. એટલા માટે ત્યાંની મીડિયા ખોટી ઘટના જણાવવાનું ટાળે છે.

‘પરંતુ ભારતના મામલો અહીંયા સંપૂર્ણ દુનિયાથી અલગ છે. ભારતીય મીડિયાનું કેરેક્ટર જેટલું પણ જોવામાં આવે, તેઓ જૂઠ્ઠાણું, છેતરપિંડી, ખોટી અર્થઘટન અને નકામા અહેવાલો અને બેદરકારી સાથે રંગીન જોવા મળે છે. હાલમાં જ 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા બાદથી ભારતીય મીડિયા જે રીતે પાકિસ્તાનની સામે ખોટા સમાચાર બતાવી રહી છે, તેનાથી દુનિયાભરના લોકો માત્ર હેરાન નથી પરંતુ તે પણ સ્પષ્ટ થઇ ગયું છે કે આ સમયે પીએમ મોદી જેવા શખ્સ સુરક્ષાને લઇ ભારતીય સરકાર જ ખોટા પ્રચાર કરતી નથી પરંતુ ત્યાંની મીડિયા પણ પ્રચાર માટે પુષ્કળ સપોર્ટ કરી રહી છે. જેના લીધે સ્થિતિ એટલી હદે પહોંચી ગઇ છે કે ભારતની મીડિયા ગમેતેવું સફેદ જૂઠાણું બોલે, ત્યાંની જનતા 100 ટકા સાચું માની લે છે.’

‘જો કે, ભારતની જાણીતી ચેનલ Zee Newsના પ્રોગ્રામ DNAના એન્કર સુધીર ચૌધરી ખુલ્લેઆમ આ વાતને કહે છે કે બાંગ્લાદેશને તોડવા પાછળ ભારતનો હાથ હતો. બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સામે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં ભારત સામેલ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં તેમની કાર્યવાહી વધારી દેવી જોઇએ, જેથી પાકિસ્તાનના ટૂકડા થઇ જાય. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પ્રાઇમ ટાઇમ પ્રોગ્રામમાં આ વાત પર ભાર આપી રહ્યો છે કે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવે અને જંગ જ એકમાત્ર રસ્તો છે.’

‘આ હાલાતમાં જ્યારે ભારતની દુનિયાભરમાં બદનામી થઇ છે, પરંતુ તો પણ ભારતીય મીડિયાને કોઈ સારા વર્તન વિશે કહેવામાં આવ્યું ન હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સરકાર હોય કે ભારતીય મીડિયા, તેઓ તેમના નક્કી કરેલા એજન્ડા માટે કોઇપણ પગલાની પહેલ કરતા નથી અને ના તેઓ આ દિશામાં આગળ વધતા જોવા મળે છે. ભારતીય મીડિયાનું આ કેરેક્ટર પત્રકારત્વના નામ પર કલંક છે. ભારત સરકારના આ વર્તન પર કોઇપણ પ્રકારની પ્રતિબંધ ના લાગાવવા ભારતીય સરકારનું કેરેક્ટર સંપૂર્ણ દુનિયામાં અવિશ્વાસ અને નિંદા માટે પૂરતું છે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news