Bengal Election: સેલ્ફી લેવા જીપ પર ચઢ્યો ફેન તો જયા બચ્ચને ધક્કો મારી ઉતારી દીધો, જુઓ Video

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા એક યુવકને જયા બચ્ચન ધક્કો મારે છે. 
 

Bengal Election: સેલ્ફી લેવા જીપ પર ચઢ્યો ફેન તો જયા બચ્ચને ધક્કો મારી ઉતારી દીધો, જુઓ Video

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) એ ગુરૂવારે હાવડા અને શિવપુરમાં એક રોડ શો કર્યો હતો. આ દરમિયાન એક ફેને તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. તેના પર જયા બચ્ચનને એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે ફેનને ધક્કો મારી દીધો. જયા બચ્ચનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેની આલોચના કરી રહ્યાં છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે કોરોનાની આશંકાને કારણે ફેન પર ગુસ્સે થવું કોઈ મોટી વાત નથી. 

એસપીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ચાર દિવસથી પશ્ચિમ બંગાલમાં છે. તેઓ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ગુરૂવારે તેમણે ખુલી જીપમાં સવાર થઈ હાવડા અને શિવપુરમાં રોડ સો કર્યો હતો. આ દરમિયાન ટીએમસી સમર્થકો સિવાય જયાના ફેન્સ પણ રેલીમાં સામેલ થયા હતા. તેમના ઘણા ફેન્સે જયાની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેવામાં એક સમર્થક જયાની જીપ પર ચઢ્યો અને તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા તેઓ નારાજ થઈ ગયા હતા. 

— Rishi Bagree 🇮🇳 (@rishibagree) April 8, 2021

જયાને આવ્યો ગુસ્સો
જયાને તેના પર એટલો ગુસ્સો આવ્યો કે તેમણે તેને ધક્કો માર્યો અને વાહનમાંથી ઉતારી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો જયાની ટીકા કરી તેમને અભિમાની ગણાવી રહ્યાં છે. તો અન્ય લોકોએ કહ્યું કે, તેમની જે ઉંમર છે, તેમને કોરોનાનો ડર છે. તેથી તેમનો ગુસ્સો સામાન્ય છે. વીડિયોમાં જયા બચ્ચને માસ્ક પણ પહેર્યું નથી. પરંતુ રેલીમાં ભાગ લઈ રહેલા પાર્ટી સમર્થકોમાં પણ ઘણા એવા છે, જેણે માસ્ક લગાવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news