બેન્કર ઉદય કોટકના પુત્ર જયે બોસ્ટનની મુલાકાત બાદ કર્યુ ટ્વીટ, કહ્યું- 'ભારત કામ કરે છે', કારણ કે...

અબજોપતિ બેન્કર ઉદય કોટના પુત્રએ પોતાની હાલની અમેરિકા યાત્રા વિશે ટ્વીટ કર્યુ છે.

બેન્કર ઉદય કોટકના પુત્ર જયે બોસ્ટનની મુલાકાત બાદ કર્યુ ટ્વીટ, કહ્યું- 'ભારત કામ કરે છે', કારણ કે...

નવી દિલ્હીઃ અબજોપતિ બેન્કર ઉદય કોટના પુત્રએ પોતાની હાલની અમેરિકા યાત્રા વિશે ટ્વીટ કર્યુ છે. તે કોટક મહિન્દ્રા બેન્કની 811 ચળવળના સહ-વ્યવસાય પ્રમુખ છે. જય કોટક હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પાંચમાં વર્ષના રિ-યુનિયનમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. બોસ્ટન એરપોર્ટ પર લાંબી લાઇનો અને ઉડાનમાં વિલંબને કારણે જય કોટક ચિડાઈ ગયા હતા. તેમણે ટ્વીટ પર લખ્યું- 'અમેરિકામાં મારા હાર્વર્ડ 5માં વર્ષના રિ-યુનિયન માટે. ક્ષીણ મોંઘવારીમાં રાષ્ટ્ર પ્રત્યક્ષ છે. શહેરો ગંદા છે. દરરોજ બંદૂક હિંસા ચર્ચામાં છે. એરપોર્ટની લાઇનો, ઉડાનમાં વિલંગ અને કલાકો સુધી ખેંચાવ. એવરેજ વ્યક્તિ નિરાશાવાદી છે. ભારત માટે ઉડાન ભરવી એક સારી જગ્યા પર પરત ફરવા જેવું લાગે છે.'

આગળ જય કોટકે બોસ્ટન કરતાં વધુ મુસાફરોને હેન્ડલ કરવા માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટિપ્પણી કરી હતી.

— Jay Kotak (@jay_kotakone) June 13, 2022

પોતાના અન્ય ટ્વીટમાં જય કોટકે કહ્યુ કે, મુંબઈ એરપોર્ટ બોસ્ટન કરતા વધુ મુસાફરોને હેન્ડલ કરે છે. છતાં ત્યાં થોડી લાઈનો છે. બધા કાઉન્ટર પર સ્ટાફ છે. એરપોર્ટ નવુ અને સ્વચ્છ છે. ફાઇટ્સ સસ્તી છે. ભારત કામ કરે છે. 

નોંધનીય છે કે મુંબઈ એરપોર્ટ દિલ્હી બાદ ભારતનું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news