રાજકોટમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર, ડેપ્યુટી મેયરે નફ્ફટાઇથી કહ્યું વરસાદ થાયો પાણી જ ભરાય

શહેરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી અસહ્ય બફારાને કારણે લોકો અકળાયા હતા જો કે બપોર બાદ અચાનક મેઘાડંબર જામ્યું અને પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. રંગીલા ગણાતા રાજકોટ વાસીઓ પણ વરસાદમાં નહાવા માટે નિકળી પડ્યાં હતા. તો દાળવડા અને ગાંઠીયાની દુકાનો બહાર લાંબી લાંબી લાઇનો લાગી હતી. જો કે તોડા જ સમયમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. 
રાજકોટમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર, ડેપ્યુટી મેયરે નફ્ફટાઇથી કહ્યું વરસાદ થાયો પાણી જ ભરાય

રાજકોટ : શહેરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી અસહ્ય બફારાને કારણે લોકો અકળાયા હતા જો કે બપોર બાદ અચાનક મેઘાડંબર જામ્યું અને પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. રંગીલા ગણાતા રાજકોટ વાસીઓ પણ વરસાદમાં નહાવા માટે નિકળી પડ્યાં હતા. તો દાળવડા અને ગાંઠીયાની દુકાનો બહાર લાંબી લાંબી લાઇનો લાગી હતી. જો કે તોડા જ સમયમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. 

રાજકોટના સેન્ટ્ર ઝોનમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આટલા વરસાદમાં જ કોર્પોરેશન દ્વારા પ્રિમોનસુન કામગીરીના નામે કરવામાં આવેલા કરોડોના ધુમાડાની પોલ ખુલી ગઇ હતી. શહેરના મવડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક વાહનો ભરેલા પાણીના કારણે બંધ પડી ગયા હતા.

શહેરના 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક પાણી ભરાયા છે. ટ્રાફિક જામ થઇ ગયો હતો. વાહનચાલકો પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. પડધરીના ખોડાપીપપર, જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા ગામમાં વરસાદ નોંધાયો હતો. કુચીયાદડ, નવાગામ, બામણબોર, પારેવાળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news