Jammu and Kashmir: કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ, શોપિયામાં કાશ્મીરી પંડિતની હત્યા

Terrorist Attack on Civilian in Shopian: શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સોમવારે એક સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓના ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મૃતક અને ઘાયલ બંને અલ્પસંખ્યક સમુદાય (કાશ્મીરી પંડિત)માંથી છે. ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Jammu and Kashmir: કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ, શોપિયામાં કાશ્મીરી પંડિતની હત્યા

Terrorist Attack on Civilian in Shopian: શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સોમવારે એક સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓના ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મૃતક અને ઘાયલ બંને અલ્પસંખ્યક સમુદાય (કાશ્મીરી પંડિત)માંથી છે. ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કાશ્મીર ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે. 

— ANI (@ANI) August 16, 2022

અત્રે જણાવવાનું કે આતંકવાદીઓ સતત શોપિયામાં પ્રવાસી મજૂરો અને સ્થાનિકો પર હુમલો કરી રહ્યા છે. આ મહિનાની વાત કરીએ તો આ મહિનામાં આ રીતનો આ ત્રીજો હુમલો છે. 12 ઓગસ્ટ 2022ના રોજ બાંદીપોરામાં એક પ્રવાસી મજૂરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ બિહારના રહીશ મોહમ્મદ અમરેઝ તરીકે થઈ હતી. 4 ઓગસ્ટ 2022ના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ એક બિનકાશ્મીરી મજૂરની હત્યા કરી હતી. હુમલામાં બે અન્ય વ્યક્તિ ઘાયલ પણ થયા હતા. હુમલામાં જે વ્યક્તિનું મોત થયું હતું તે બિહારના સકવા પરસાનો મોહમ્મદ મુમતાઝ હતો. 

— ANI (@ANI) August 16, 2022

મે અને જૂનમાં 10 હુમલા
આ અગાઉ મે અને જૂન મહિનામાં આતંકીઓએ અનેક હુમલા કર્યા હતા. ત્યારબાદ ઘણા મજૂરોએ કાશ્મીર ખીણમાંથી પલાયન શરૂ કરી દીધુ. ટાર્ગેટ કિલિંગ અંગે પોલીસ અને પ્રશાસન તરફથી કડક કાર્યવાહીની વાત કરાઈ હતી અને લોકોને સુરક્ષાનો ભરોસો પણ અપાવવામાં આવ્યો હતો. પરંતુ સતત હુમલાથી લોકો ફરી એકવાર દહેશતમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news