જમ્મુ અને કાશ્મીર પર મોદી સરકારે લીધા 5 ઐતિહાસિક નિર્ણય, ખાસ જાણો
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે.
મોદી સરકારના 5 ઐતિહાસિક નિર્ણયો
પહેલો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ભલામણ
બીજો નિર્ણય- જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 35એ સંપૂર્ણ રીતે હટાવવામાં આવી.
ત્રીજો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં.
ચોથો નિર્ણય- જમ્મુ અને કાશ્મીર હવે અલગ કેન્દ્રીયશાસિત પ્રદેશ રહેશે.
પાંચમો નિર્ણય- લદ્દાખ હવે વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે