સેનાની મોટી સક્સેસ : માર્યો ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી જહુર ઠોકર

 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. પુલવામા જિલ્લાના ખારપોર વિસ્તારના સિરનુમાં થયેલ ઘર્ષણમાં ભારતીય સુરક્ષાદળોએ મોસ્ટ વોન્ટેડ આતંકી જહુર ઠોહરને માર્યો છે. આ સાથે જ આ અથડામણમાં અન્ય બે આતંકી પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા બંને આતંકીની નામ અદનાન વાની અને જહુર અહેમદ ઉર્ફે તાહિર હિજ્બી છે. આ અથડામણમાં એક જવાન શહીદ થવાના અને બે જવાન ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યુ છે. માર્યા ગયેલા તમામ આતંકી હિજબુલ મુજાહિદીનના છે, અને એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે.

સેનાની મોટી સક્સેસ : માર્યો ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી જહુર ઠોકર

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. પુલવામા જિલ્લાના ખારપોર વિસ્તારના સિરનુમાં થયેલ ઘર્ષણમાં ભારતીય સુરક્ષાદળોએ મોસ્ટ વોન્ટેડ આતંકી જહુર ઠોહરને માર્યો છે. આ સાથે જ આ અથડામણમાં અન્ય બે આતંકી પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા બંને આતંકીની નામ અદનાન વાની અને જહુર અહેમદ ઉર્ફે તાહિર હિજ્બી છે. આ અથડામણમાં એક જવાન શહીદ થવાના અને બે જવાન ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યુ છે. માર્યા ગયેલા તમામ આતંકી હિજબુલ મુજાહિદીનના છે, અને એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અથડામણ સ્થળ પર સ્થાનિક લોકો દ્વારા સુરક્ષાદળો પર પત્થરમારો કરવામાં આવ્યો હતો, જેના બાદ થયેલા ફાયરિંગમાં અંદાજે 8 લોકોના માર્યા ગયાના સમાચાર મળ્યાં છે. તેમજ 50 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 9 લોકો વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે, જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફની જોઈન્ટ ટીમે આ એન્કાઉન્ટરે અંજામ આપ્યું છે. હકીકતમાં, સુરક્ષાદળોએ આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના બાદ સેના અને સીઆરપીએફની ટીમે લોકલ પોલીસની સાથે મળીને વિસ્તારને ઘેરાબંદી કરી હતી. આતંકવાદીઓના સર્ચ ઓપરેશન દરમિયાન થયેલ ફાયરિંગ બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. 

સેનાના કેમ્પમાંથી AK-47 લઈને ભાગ્યો જહુર
જુલાઈ 2017માં જહુર ઠોકર જમ્મુ-કાશ્મીર સેનાના કેમ્પમાંથી હથિયારો લઈને ફરાર થયો હતો. જહુર અહેમદ ઠોકર પુલવામામાં ટેરિટોરિયલ આર્મીનો જવાન હતો. જહુર AK-47 અને અંદાજે 3 મેગેજીન લઈને રફુ ચક્કર લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બારામુલ્લાના ગંટમુલાના સ્થિત કેમ્પમાં બની હતી. 

જહુર સેનાની યુનિટને નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. ઠોકર પુલવામાનો રહેવાસી છે. જહુર અહેમદ ઠોકર બારામુલ્લાના ગંટમુલ્લા વિસ્તારમાં આવેલ સેનાની ઓફિસથી ફરાર થયો હતો. સુરક્ષા અધિકારીઓને શંકા હતી કે, જહુ આતંકી સંગઠનોમાં સામેલ થઈ શકે છે. 

આ પહેલી પણ ઘાટીમાં જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોના હથિયાર લઈને ફરાર થવાના અને તેમના આતંકી સંગઠનોમાં સામેલ થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. મે 2017માં જમ્મુ-કાશ્મીર પોલીસનો  એક કોન્સ્ટેબલ ચાર રાઈફલ લઈને ફરાર થયો હતો. આ ઘટનાના એક દિવસ બાદ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીને દાવો કર્યો હતો કે, આ પોલીસ કોન્સ્ટેબલ તેમના સંગઠન સાથે જોડાઈ ચૂક્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news