જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણી
Jammu Kashmir Election : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન જાહેર થતાં રાહુલનો હુંકાર, કહ્યું- અમે ભાજપનો આત્મવિશ્વાસ તોડ્યો. મોદીની છાતી હવે 56 ઇંચની નથી રહી
Trending Photos
Rahul Gandhi Kharge Jammu Kashmir Visit Update : જમ્મુ કાશ્મીરમાં 20 ઓગસ્ટથી વિધાનસભા ચૂંટણીની પ્ર્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલાં તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. તે પહેલાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. તો તેમની હાજરીમાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ચૂંટણી માટે ગઠબંધન થયું. ત્યારે જમ્મુ કાશ્મીરમાં કેટલી બેઠકો પર ક્યારે મતદાન થશે? રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કઈ મોટી વાત કહી? જોઈશું આ રિપોર્ટમાં.
- કોંગ્રેસ-NCનું ગઠબંધન
- જમ્મુ કાશ્મીરમાં સાથે લડશે ચૂંટણી
- 90 બેઠકો પર બંને પક્ષ ચૂંટણી લડશે
- રાહુલ ગાંધીએ કરાવ્યું ગઠબંધન
- ચૂંટણીમાં કોંગ્રેસ-NC કરશે કમાલ?
- 18 સપ્ટેમ્બરે યોજાશે પહેલા તબક્કાનું મતદાન
આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરની રાજનીતિ સમજવા માટે પૂરતા છે. જેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે છે. તો બીજીબાજુ નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા છે. આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે તમામ નેતાઓ ખુશમિજાજ અંદાજમાં છે. એટલે બેઠકમાં ચૂંટણીને લઈને કંઈક સફળ ચર્ચા થઈ જશે અને એવું જ થયું. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી દીધી.
જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે આવી ગયા છે... એટલે બંને પાર્ટી વિધાનસભાની 90 બેઠક પર સાથે મળીને ચૂંટણી લડશે... ફારુક અબ્દુલ્લાએ ચૂંટણીમાં જીત મળશે તેવો દાવો કર્યો છે.
જે ઉદ્દેશ્યથી રાહુલ ગાંધી કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા તે પૂરું થઈ ગયું... આ પહેલાં રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા... જેમાં તેમણે કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ કાશ્મીરના લોકો સાથે તેમને શું લગાવ છે તેનો ખુલાસો તેમણે શ્રીનગરમાં કરી દીધો..
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે મંચ તૈયાર થઈ ગયો છે... જેના માટે...
- 18 સપ્ટેમ્બરે પહેલા તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે....
- 25 સપ્ટેમ્બરે બીજા તબક્કામાં 26 બેઠકો પર મતદાન થશે...
- જ્યારે 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે...
- 4 ઓક્ટોબરે તમામ 90 બેઠકો માટે મતગણતરી કરવામાં આવશે...
જમ્મુ કાશ્મીરમાં ભાજપ સામે સૌથી મોટો પડકાર સ્થાનિક પાર્ટીઓ અને કોંગ્રેસ છે.... જો કોંગ્રેસ જમ્મુ ડિવિઝનમાં કેટલીક બેઠકો જીતવામાં સફળ થશે તો ભાજપનું સરકાર બનાવવાનું સપનું ચકનાચૂર થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે