ભાજપે કાશ્મીરને બરબાદ કર્યું, જવાબદારીથી ભાગી ન શકે : કોંગ્રેસ

સાડા ત્રણ વર્ષ અગાઉ ભાજપ અને પીડીપી વચ્ચે અનૈતિક ગઠબંધન થયું હતુ, જેના પર કોંગ્રેસને શરૂઆતથી જ શંકા હતી

ભાજપે કાશ્મીરને બરબાદ કર્યું, જવાબદારીથી ભાગી ન શકે : કોંગ્રેસ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ સરકારનાં પતન સાથે જ રાજનીતિક નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. સુબામાં વિપક્ષી દળ સરકારનાં પતન માટે બંન્ને દળો પર આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે કાશ્મીરને બર્બાદ કરી દીધું છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે, આજથી સાડા ત્રણ વર્ષ પહેલા ભાજપ અને પીડીપી વચ્ચે અનૈતિક ગઠબંધન થયું હતું. અમને આ ગઠબંધન પર શરૂઆતથી જ આશંકા હતી જે આજે સાચી સાબિત થઇ છે. 

પહેલાથી જ હતી મિલીભગત
તેમણે કહ્યું કે, રાજ્યમાં 2015માં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ પીડીપી અને ભાજપની વચ્ચે કરાર થઇ ગયો હતો, જેનાં હેઠળ ખીણમાં પીડીપીએ ઝીરોથી ભાજપનો વિરોધ કર્યો હતો. બીજી તરફ જમ્મુમાં ભાજપે પીડીપીનો વિરોધ કર્યો અને ચૂંટણી બાદ બંન્નેએ હાથ મિલાવી લીધો. તેમણે કહ્યું કે, બંન્નેની વચ્ચે મિલીભગતનાં કારણે ખીણે પીડીપીને મત્ત આપ્પયો અને જમ્મુમાં ભાજપને. બંન્ને ને ઘણો બહુમત મળ્યો, જો કે વિડંબના એ છે કે બે મોટા દુશ્મન એક થઇ ગયા. પીડીપીએ ખીણના લોકોની સાથે અને ભાજપે જમ્મુના લોકોની સાથે વિશ્વાસઘાત કર્યો. ભાજપે સમગ્ર જમ્મુ -કાશ્મીર અને દેશની સાથે વિશ્વાસઘાત કર્યો.

ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમણે 2014 લોકસભા ચૂંટણી પહેલા ખીણમાં આતંકવાદનો ખાત્મો કરવા અને શાંતિ સ્થાપવાને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો જેના દમ પર કાશ્મીર અને સમગ્ર દેશમાં ચૂંટણી લડી અને જીતી લીધી, પરંતુ ગત્ત સાડા ત્રણ વર્ષમાં તેમણે લોકશાહીને ખતમ કરી દીધી. કાશ્મીરિયતને ધુળભેગી કરી હતી. ગત્ત સવા ત્રણ વર્ષનાં આધાર પર જોવામાં આવે તો રાજ્યમાં આતંકવાદી ઘટના, લશ્કરી જવાનોની શહાદત અથવા સામાન્ય લોકોનાં મોત, આ તમામ લોકોનાં આંકડાઓ ઘણા મોટા પ્રમાણમાં વધી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news