370 હટ્યા બાદ J-K માં પહેલીવાર થશે BDC ચૂંટણી, સરપંચે કહ્યું 70 વર્ષ બાદ સપનું પૂર્ણ

અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી બીડીસી ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે

370 હટ્યા બાદ J-K માં પહેલીવાર થશે BDC ચૂંટણી, સરપંચે કહ્યું 70 વર્ષ બાદ સપનું પૂર્ણ

શ્રીનગર : અનુચ્છેદ 370  (Article 370) હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) પહેલા બીડીસી ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. પ્રદેશમાં 24 ઓક્ટોબરે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની (block development council) ચૂંટણી યોજાશે. ગામમાં વિકાસ માટે  (development) 26,629 સરપંચ બીડીસી (BDC) ની ચૂંટણી કરશે. મળતી માહિતી અનુસાર ચૂંટણીનું પરિણામ પણ મતદાનનાં દિવસે જ સામે આવી જશે. શ્રીનગરમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Election Officer) શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, 24 ઓક્ટોબરે જ મતદાન અને ગણત્રી બંન્ને થશે. જો કે આ ચૂંટણી કુલ 316 પદોમાંથી 310 પદો પર થવાની છે.

શિવસેનાનો મોટો નિર્ણય: ઠાકરે પરિવારમાંથી પહેલીવાર આદિત્ય ચૂંટણી લડશે
મુખ્ય ચૂંટણી અધિકારીએ (Chief Election Officer) આગળ જણાવ્યું કે, પુલવામાં (Pulwama) અને શ્રીનગરમાં (Srinagar) હજી ચૂંટણી નહી યોજાય. કારણ કે તેઓ ત્યાં સરપંચ ચૂંટાયા નથી અને ચાર સ્થળ પર મહિલાઓની સીટ છે જ્યાં કોઇ મહિલા ઉભી નથી રહી. આ ચૂંટણીમાં એસસી (SC) અને (ST) માટે અનામત છે. મહિલાઓ માટે પણ અનામત છે.  પોલિંગ સ્ટેશન (Polling Station) તમામ બ્લોકમાં હશે. રાજ્યમાં કુલ 26629 ઇલેક્ટર્સ છે. દરેક ઉમેદવાર પોતાનાં ચૂંટણી પ્રચારમાં વધારેમાં વધારે 2 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. દરેક ગંભીર વિસ્તુની વીડિયોગ્રાફી થશે. ચૂંટણી અને ગણત્રી એક જ દિવસે થશે અને 5 નવેમ્બર સુધીની પ્રક્રિયા ખતમ કરી દેવામાં આવશે. અમારી પાસે સુરક્ષાનો સંપુર્ણ પ્રબંધ છે. ઉમેદવારોને પણ સુરક્ષા આપશે. પોલિંગ સ્ટેશનને પણ સુરક્ષા આપશે.

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો
જમ્મુ કાશ્મીર ભાજપ (BJP) ના મુખ્ય પ્રવક્તા અલ્તાફ ઠાકુરે ઝી મીડિયા (Zee Media) થી કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં ઇતિહાસમાં પહેલીવાર બીડીસીની ચૂંટણી કરવામાં આવી રહી છે. 3300 ચૂંટાયેલા પંચ અને સરપંચ 115બ્લોક ડેવલપમેંટ કાઉન્સિલ બનાવશે. આ કાઉન્સિલનો ઇરાદો ગામના વિકાસનો છે. આ વડાપ્રધાન મોદીના સપનાઓને સાકાર કરવાની દિશામાં પગલું છે. તેમાં કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી રકમ સીધી બીડીસીમાં આવશે. તે નવા કાશ્મીરનાં નિર્માણની શરૂઆત છે. જમ્મુ કાશ્મીરમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજની સચિવ શીતલ નંદાએ જી મીડિયાને જણાવ્યું કે, આજતી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થશે અને 9 ઓક્ટોબરે નોટિફિકેશન આવશે. બધુ જ યોગ્ય રહેશે તો 20 ઓક્ટોબરે ચૂંટણી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news