Jammu and Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, શોપિયામાં 4 આતંકીઓનો બોલાવ્યો ખુડદો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી. 

Jammu and Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, શોપિયામાં 4 આતંકીઓનો બોલાવ્યો ખુડદો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે શોપિયા જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે અજ્ઞાત આતંકીઓ માર્યા ગયા છે. 

રાતે 2 વાગે શરૂ થયું હતું ઓપરેશન
જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓના જણાવ્યાં મુજબ શોપિયા (Shopian) ના મુનિહાલ વિસ્તારમાં રાતે લગભગ 2 વાગે અથડામણ (Encounter) શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના જોઈન્ટ અભિયાનમાં 4 આતંકીઓ ઠાર થયા. હાલ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષાદળો સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. 

— ANI (@ANI) March 22, 2021

11 માર્ચથી અત્યાર સુધીમાં 5 આતંકીનો ખાતમો
11 માર્ચ બાદથી અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને માર્યા છે. આ અગાઉ શોપિયામાં 13 માર્ચે રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી એમ-4 કારબાઈન, 36 કારતૂસ, 9600 રૂપિયા અને કેટલીક આપત્તિજનક સામગ્રી મળી આવી હતી. તે પહેલા 11 માર્ચે અનંતનાગમાં 18 કલાક ચાલેલી અથડામણમાં જૈશના બે આતંકીઓ ઠાર થયા હતા અને તેમની પાસેથી એક 47 રાયફલ, પિસ્તોલ, ગ્રેનેડ તથા ગોળીઓ મળી આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news