JK: અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર, ઈન્ટરનેટ સેવા બંધ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ અથડામણ અનંતનાગના મુનવાર્ડ વિસ્તારમાં ચાલુ છે.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ અથડામણ અનંતનાગના મુનવાર્ડ વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોનું માનવું છે કે વિસ્તારમાં લગભગ 2 આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. આતંકીઓ વિરુદ્ધ આ અથડામણમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના તથા સીઆરપીએફના જવાનો સામેલ હતાં. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં છે.
#Anantnag encounter update: Two terrorists killed, arms and ammunition recovered; Search operation underway #JammuAndKashmir pic.twitter.com/ViFWejgCtv
— ANI (@ANI) August 29, 2018
સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે. સર્ચ અભિયાન પણ ચાલુ છે. બંને તરફથી અટકી અટકીને ફાયરિંગ થઈ રહ્યું હતું. આતંકીઓના સમર્થનમાં પથ્થરબાજો આવી પહોંચવાની આશંકાને ધ્યાનમાં લેતા સુરક્ષાદળોએ તત્કાળ પગલું ભરીને અનંતનાગ જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.
#JammuAndKashmir: An encounter is underway in Anantnag's Munward. 1-2 terrorists are believed to be trapped. Police, Army and CRPF are carrying out operations. Mobile internet services have been suspended in the district. (Visuals deferred by unspecified time) pic.twitter.com/8JWq59ZHvT
— ANI (@ANI) August 29, 2018
અત્રે જણાવવાનું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં મંગળવારે સેનવાના વાહનને આઈઈડીથી નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આતંકીઓ તરફથી સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સેનાના જવાનોએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો. એટલું જન હીં બુધવારે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ડીજીપી એસપી વૈદ્યે કહ્યું કે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મોટી સંખ્યામાં હથિયારધારી આતંકીઓ હાજર છે. જે રાજ્યમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે