મંગળવારની સવારે સેનાને મળી મોટી સફળતા, 2 આતંકીઓને ઠાર કર્યાં

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ મંગળવારે સવારે થયેલા ઘર્ષણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. કુલગામમાં રેડવાની વિસ્તારમાં થયેલ અથડામણમાં એક જવાન શહીદ થયો છે.

મંગળવારની સવારે સેનાને મળી મોટી સફળતા, 2 આતંકીઓને ઠાર કર્યાં

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ મંગળવારે સવારે થયેલા ઘર્ષણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. કુલગામમાં રેડવાની વિસ્તારમાં થયેલ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે વહેલી સવારે જ આ ઘર્ષણ શરૂ થયું હતું. 

આ ઉપરાંત પુલવામામાં પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ અથડામણ ત્રાલના હાફૂ વિસ્તારમાં ચાલી રહી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું છે. બંને તરફથી રોકાઈ રોકાઈને ગોળીબારી થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોએ વિસ્તારમાં આતંકીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તેના બાદ આતંકીઓ સાથે અથડામણ થયું હતું. 

સેનાના ખૌફથી J&Kમાં થરથર કાંપી રહ્યા છે આતંકીઓ, જંગલોમાંથી ભાગવુ પડી રહ્યું છે

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ રવિવારે એન્કાઉન્ટરમાં 6 આતંકીઓને મારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર બટાગુંડમાં થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. સુરક્ષા દળ અને પોલીસ સંયુક્ત રૂપથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની સૂચના મળી હતી. તેના બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અથડામણ શરૂ થયું છે. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 23 નવેમ્બરના રોજ પણ સુરક્ષા દળોએ 6 આતંકીઓને માર્યા હતા. આ આતંકીઓની આઝાદ મલિક, ઉનીસ શાફી, શાહીદ બશીર, બાસિત ઈશ્તિયાક, આકિબ નજર અને ફીરદૌસ નજર તરીકે થઈ છે. આમાંથી આઝાદ મલિક ઉર્ફે આઝાદ ડાડા પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ હતો. આ આતંકી રાષ્ટ્રીય રાયફલ્સ તરફથી બિજબેહરાના સેકીપોરામાં ચલાવવામાં આવેલ અભિયાનમાં માર્યા ગયા છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news