HBD: બોલીવુડના ગોલ્ડ મેનનો આજે બર્થ-ડે, આ રીતે કરી પોપ મ્યૂઝીકની શરુઆત

બપ્પી દાનો જન્મ પ્રસિદ્ધ બંગાળી ગાયક અપરેશ લાહિડી અને સંગીતકાર માતા બાંસરી લાહિડીના ઘરે થયો હતો. બપ્પી દાએ ત્રણ વર્ષની ઉંમરથી સંગતીની સિક્ષા લેવાની શરૂ કરી દીધી હતી.

HBD: બોલીવુડના ગોલ્ડ મેનનો આજે બર્થ-ડે, આ રીતે કરી પોપ મ્યૂઝીકની શરુઆત

નવી દિલ્હી: બોલીવુડના ડિસ્કો નંબર્સ આજે પણ પબ અને બારર્સમાં પાર્ટીની રોનક વધારે છે. 70-80ના દશકમાં ડિસ્કોની ધૂન પર નાચતા એક્ટર મિથુનના ગીતો આજે પણ સદાબહાર છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પોપ અને ડિસ્કો મ્યૂઝીકની શરૂઆત કેવીરીતે થઇ? બોલીવુડના ગોલ્ડ મેન બપ્પી લહેરી જેમને બધા બપ્પી દાના નામથી જાણે છે. તેમણે હિન્દી ફિલ્મોમાં પોપ મ્યૂઝીકની શરૂઆત કરી હતી. આજે બપ્પી દા તેમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે.

ગોલ્ડની જ્વેલેરીને પોતાના માટે લકી માનતા બપ્પી દાનો જન્મ 27 નવેમ્બર 1952માં કોલકાતામાં થયો હતો. બપ્પી લહેરી 70ના દશકમાં બોલીવુડમાં એન્ટ્રી મારી હતી અને 80ના દશક સુધીમાં લોકોમાં છવાઇ ગયા હતા. ત્યાર બાદ બપ્પી દાના ગીતો આજે પણ ડાન્સ ફ્લોર પર લોકોને ડાન્સ કરવા માટે મજબુર કરી દે છે. વર્ષ 2011માં રિલીઝ થયેલી ડર્ટી પિક્ચરનું ગીત ઉ લા લા ઉ લા લા... સુપરહિટ થયું હતું.

19 વર્ષની ઉંમરે છોડ્યું ઘર
બપ્પી દાનો જન્મ પ્રસિદ્ધ બંગાળી ગાયક અપરેશ લહેરી અને સંગીતકાર માતા બાંસરી લહેરીના ઘરે થયો હતો. બપ્પી દાએ ત્રણ વર્ષની ઉંમરથી સંગતીની સિક્ષા લેવાની શરૂ કરી દીધી હતી. તેઓ સંગીત તેમના માતા-પિતા પાસેથી સીખ્યા છે અને પહેલી વખત બંગાળી ફિલ્મ ગીત ગાયુ હતું. બપ્પી લહેરી 19 વર્ષની ઉંમરમાં કોલકાતા છોડી મુંબઇ આવી ગયા હતા. વર્ષ 1973માં તેમણે પહેલીવાર ‘નન્હા શિકારી’માં સંગીત આપવાની તક મળી હતી.

A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) on

માઇકલ જૈક્સનના લાઇવ શોનું મળ્યું હતું આમંત્રણ
1975માં ફિલ્મ ‘જખ્મી’માં મોહમ્મદ રફી અને કિશોર કુમારની સાથે બપ્પી દાએ પહેલું ગીત ગાયું હતું. કિશોર કુમારે બપ્પી લહેરીને બોલીવુડમાં મદદ કરી હતી. બપ્પી લહેરીના ચિત્રાનીની સાથે 1977માં લગ્ન કર્યા હતા. બપ્પી લહેરી એક દિવસમાં સૌથી વધારે ગીત રેકોર્ડ કરવાનો પણ રેકોર્ડ બનાવી ચુક્યા છે. બપ્પી લહેરી એકલા એવા સંગીતકાર છે જેમણે કિગ ઓફ પોપ માઇકલ જેક્સનના મુંબઇમાં આયોજિત તેમને પહેલા શોમાં બોલાવ્યા હતા. આ લાઇવ શો 1996માં આયોજિત કર્યો હતો.

500થી વધારે ફિલ્મો માટે ગીતો કર્યા કંપોઝ
બપ્પી દા 45 વર્ષના ફિલ્મ કરિયરમાં લગભગ 500થી વધારે ફિલ્મો માટે ગીતો કંપોઝ કરી ચૂક્યા છે. બપ્પી દાના ગીતો ‘બંબઇ સે આયો મેરા દોસ્ત’, આઇ એએમ એ ડિસ્કો ડાંસર, જૂબી-જૂબી, યાદ આ રહા હૈ તેરા પ્યાર, યાર બિના ચેન કહાં રે, તમ્મા તમ્મા લોગે, જેવા અનેક ગીતો આજે પણ લોકો દ્વારા સાંભળવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news