જમ્મૂ કાશ્મીર: પુલવામામાં 3 આતંકવાદી ઠાર, 2 જવાનોને ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ફરી આજે વહેલી સવારે આતંકી હુમલો થયો છે. સેનાએ આતંકીઓની ઘેરબંધી કરીને હિઝબુલના ત્રણ આતંકીને ઠાર કર્યા છે. આતંકી હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હજુ પણ આતંકી છૂપાયાની આશંકાથી સેનાનો ગોળીબાર યથાવત્ છે. 

જમ્મૂ કાશ્મીર: પુલવામામાં 3 આતંકવાદી ઠાર, 2 જવાનોને ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ફરી આજે વહેલી સવારે આતંકી હુમલો થયો છે. સેનાએ આતંકીઓની ઘેરબંધી કરીને હિઝબુલના ત્રણ આતંકીને ઠાર કર્યા છે. આતંકી હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હજુ પણ આતંકી છૂપાયાની આશંકાથી સેનાનો ગોળીબાર યથાવત્ છે. મહત્વનું છે કે. અવારનવાર સીમા પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન અથવા આતંકી હુમલાઓ થતાં હોય છે જેમાં સેનાના અનેક જવાન પણ શહીદ થયા છે. જ્યારે સેનાએ આતંકીઓના નાપાક મનસુબાને નાકામ કરી દીધા છે. 

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ફરી આજે વહેલી સવારે આતંકી હુમલો થયો છે. સેના અને આતંકીઓ વચ્ચે શરુ થયેલી અથડામણ બાદ સેનાએ આતંકીઓની ઘેરાબંધી કરી દીધી છે. હજુ કેટલા આતંકી છૂપાયા છે તે અંગે સેનાને કોઈ માહિતી નથી મળી. મહત્વનું છે કે. અવારનવાર સીમા પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન અથવા આતંકી હુમલાઓ થતાં હોય છે જેમાં સેનાના અનેક જવાન પણ શહીદ થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે એનકાઉન્ટરમાં મોસ્ટ વોંટેડ આતંકવાદી ઝહૂર ઠોકર પણ ઠાર મરાયો છે. જોકે હજુ સુધી આતંકવાદીઓના મૃતદેહની ઓળખ થઇ શકી નથી એટલા માટે હજુ સુધી કોઇ પુષ્ટિ થઇ શકી નથી. આ અથડામણમાં સુરક્ષાબળોના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાનો પણ સમાચાર છે. અથડામણ દરમિયાન સુરક્ષાબળો પર સ્થાનિક લોકોએ પથ્થરબાજી કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

પુલવામામાં વિસ્ફોટક સામગ્રી સાથે એક વ્યક્તિની ધરપકડ
શુક્રવારે (14 ડિસેમ્બર)ના રોજ પુલવામામાં સુરક્ષાબળોએ આઇઇડી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ માયોર અહમદ ખાનના રૂપમાં કરવામાં આવી હતી. આ વ્યક્તિને પુલવામાના તુમલાહાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી આઇઇડી બનાવવામાં ઉપયોગ થનાર દારૂગોળા અને બીજી સામગ્રી પ્રાપ્ત થઇ હતી. 

બારામૂલામાં મુઠભેડ દરમિયાન બે આતંકવાદી ઠાર
ગુરૂવારે (13 ડિસેમ્બર)ના રોજ જમ્મૂ કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં સુરક્ષાબળોની સાથે આખી રાત ચાલેલી મુઠભેડમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ઠાર માર્યા હતા. પોલીસના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું હતું કે સુરક્ષાબળોએ આતંકવાદીઓની હાજરીની સૂચના મળતાં બુધવારે સાંજે સોપોરના બ્રાથ કલાં વિસ્તારમાં ઘેરાબંધી કરી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ દરમિયાન બે આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબારી શરૂ કરી અને અભિયાન મુઠભેડમાં ફેરવાઇ ગયું. 

અધિકારીએ જણાવ્યું કે મુઠભેડમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓના મોત નિપજ્યા તેમની ઓળખ ઓવૈસ અહમદ ભટ ઉર્ફે અબૂ બકર તથા તારિક અહમદ ઉર્ફ અબૂ અબ્દુલના રૂપમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બંને આતંકવાદી સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલો તથા સામાન્ય લોકો પર હત્યાચાર કરવા સહિત વિભિન્ન આતંકવાદી અપરાધોમાં સંલિપ્તતા ધરાવતા હતા. મુઠભેડ સ્થળ પરથી રાઇફલો મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news