અયોધ્યામાં થઇ શકે મોટો આતંકવાદી હુમલો, જૈશ-એ-મોહંમદનો મેસેજ થયો ઇન્ટરસેપ્ટ
રામનગરી અયોધ્યામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ગુપ્તચર એજન્સીઓને જૈશ-એ-મોહંમદના એક મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યો છે. સૂત્રોના અનુસાર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી ટેલીગ્રામ ચેનલ પર ગુપ્ત એજન્સીઓએ જૈશ ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો છે.
Trending Photos
અયોધ્યા: રામનગરી અયોધ્યામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ગુપ્તચર એજન્સીઓને જૈશ-એ-મોહંમદના એક મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યો છે. સૂત્રોના અનુસાર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી ટેલીગ્રામ ચેનલ પર ગુપ્ત એજન્સીઓએ જૈશ ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો છે. ટેલીગ્રામ ચેનલ પર મસૂદ અઝહરનો મેસેજ શેર કર્યો છે, જેમાં રામ જન્મ ભૂમિ પર હુમલાના કાવતરાની વાત કહેવામાં આવી છે. તો બીજી તરફ ઇનપુટ મળ્યા બાદ દેશભરમાં સુરક્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટને તમામ સુરક્ષા એજન્સીઓને મોકલી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અયોધ્યા સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ દેશભરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે જોડાયેલા નેટવર્કની સતત નજર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પડોશી દેશ પાકિસ્તાના આતંકવાદી સંગઠન પહેલાં પણ ભારતમાં આતંકવાદી હુમલા દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન એક્ટને લઇને દેશભરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. આ પ્રદર્શનોમાં આંદોલનકારીઓએ જોરદાર પથ્થરબાજી અને આગચંપી કરી હતી. દેશભરમાં આ હિંસક પ્રદર્શનોમાં લગભગ 18 લોકોના મોત નિપજ્યા હતા. માનવામાં આવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ આ માહોલમાં આતંકવાદી હુમલાની તૈયારીમાં છે. જૈશ-એ-મોહંમદ દ્વારા માહોલ બગાડવા માટે આ આતંકવાદી હુમલાનું કાવતરું રચી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે