રાજસ્થાનનો મયંક 21 વર્ષની વયે બન્યો સૌથી નાની વયનો જજ, આ રીતે કરી બતાવ્યો ચમત્કાર
જયપુરના મયંક પ્રતાપ સિંહે (Mayank Pratap Singh) રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝ (RJS)ની પરીક્ષામાં ટોપ કરીને ઇતિહાસ રચી દીધો છે.
Trending Photos
જયપુર : જયપુરના મયંક પ્રતાપ સિંહે (Mayank Pratap Singh) રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝ (RJS)ની પરીક્ષામાં ટોપ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ પરીક્ષામાં ટોપ કરીને મયંક 21 વર્ષની વયે સૌથી નાની ઉંમરનો જજ બની ગયો છે. હાલમાં જ રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝના પરિણામ જાહેર થયા હતા જેમાં મયંકે બાજી મારી હતી.
જયપુરના માનસરોવર વિસ્તારમાં રહેતા મયંકે પહેલા પ્રયાસમાં જ આ સફળતા મેળવી છે. તેણે આ વર્ષે જ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી લોની પરીક્ષા પાસ કરી છે. આ વર્ષે જ રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા (Rajasthan High Court) આ પરીક્ષા માટે લઘુત્તમ વયમર્યાદા ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી હતી જેનો સીધો ફાયદો મયંકને મળ્યો છે. ઝી મીડિયા સાથે વાતચીતમાં મયંકે જણાવ્યું છે કે સફળતા મેળવવા માટે તેણે એક રૂટિન બનાવ્યું હતું અને તે દિવસમાં 12થી 13 કલાક અભ્યાસ કર્યો હતો. મયંક સ્પષ્ટપણે માને છે કે સારા જજ બનવા માટે ઇમાનદારી સૌથી વધારે જરૂરી છે અને ઇમાનદારીથી રૂટિનને વળગી રહેવાથી જ સફળતા મળી છે.
રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝની પરીક્ષામાં દીકરીઓ પણ પાછળ નથી. જયપુરની જ તનવી માથુરે પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું છે. આરજેએસની પરીક્ષા 2018ના સપ્ટેમ્બરમાં યોજાઈ હતી અને 16 ઓક્ટોબરે મુખ્ય પરીક્ષાનું પરિણામ આવ્યું. આ પછી 9 નવેમ્બરે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ થઈ હતી અને અંતિમ પરિણામ 19 નવેમ્બરે જાહેર કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે