Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...

ઈન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાયબર ફ્રોડને લઈને કંપનીઓ સમય સમય પર પોતાના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. આ મામલામાં મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM)એ એક વોર્નિંગ જાહેર કરીને પોતાના યુઝર્સને સતર્ક રહેવાની સલાહ આપી છે. સતર્કતા ન દાખવી તો યુઝરને મોટો ચૂનો લાગી શકે છે.
Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...

અમદાવાદ :ઈન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાયબર ફ્રોડને લઈને કંપનીઓ સમય સમય પર પોતાના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. આ મામલામાં મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM)એ એક વોર્નિંગ જાહેર કરીને પોતાના યુઝર્સને સતર્ક રહેવાની સલાહ આપી છે. સતર્કતા ન દાખવી તો યુઝરને મોટો ચૂનો લાગી શકે છે.

પેટીએમના માલિક વિજય શેખરે (Vijay Shekhar) પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને કહ્યું કે, KYC અને એકાઉન્ટ બ્લોકને લઈને આવનારા ફ્રોડ મેસેજિસ અને કોલ્સથી સાવચેત રહેવું. આ ફ્રોડ મેસેજને કારણે KYC અપડેટ કરવાનો હવાલો આપતા યુઝના ફોનમાં એપ ડાઉનલોડ કરવામાં આવી રહી છે. આવા કમ્યુનિકેશનથી સાવચેત રહો.

— Vijay Shekhar (@vijayshekhar) November 20, 2019

ટ્વિટમાં આગળ કહ્યું છે કે, પેટીએમ KYC મામલે કોઈ પણ મેસેજ મોકલતુ નથી, ન તો કોઈ એપ ડાઉનલોડ કરવાનું કહે છે. આ એ ફ્રોડ લોકો છે, જે તમારી ડિટેઈલ્સને લઈને તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ચોરી લે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news