શ્રીનગર-જમ્મુ હાઇવે: પોલીસ વાહન પર હૂમલો 1 સુરક્ષાકર્મી શહીદ, 2 ઘાયલ
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકારના પતનનાં બીજા દિવસે શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કરી દીધો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા. પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
ઘાયલોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હૂમલાખોરોને પકડવા માટે અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસે આ ગાડીમાં પોલીસ કર્મચારીઓ બેઠેલા હતા. આતંકવાદી હૂમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા અને 2 અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
અગાઉ જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકારના રાજીનામા આપ્યા બાદ રાજ્યપાલ એન.એન વોહરાની તરફથી કરવામાં આવેલી ભલામણ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે પોતાના હસ્તાક્ષર કરી દીધા અને આ સાથે જ આઠમી વખત રાજ્યમાં સત્તાની કમાન રાજ્યપાલનાં હાથમાં આવી ગઇ. આ પણ એક ઇત્તેફાક છે કે તમામ 8 વખત રાજ્યપાલ શાસન માટે મુફ્તી પરિવાર જ તે પળનો સાક્ષી બન્યો છે.
ગત્ત સાત વખત પણ જ્યારે જ્યારે રાજ્યપાલ શાસન રાજ્યમાં લદાયું ત્યારે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મુફ્તી મોહમ્મદ સઇદ અને તેમનો પરિવાર જ રહ્યો છે. આ વખતે રાજ્યપાલ શાસન માટે મુફ્તી મોહમ્મદ સઇદની પુત્રી મહેબુબા મુફ્તી રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે