મહારાષ્ટ્રમાં વિમાન સેવા શરૂ કરવા અંગે સસ્પેન્સ યથાવત, ઉદ્ધવ સરકારની આનાકાની
Trending Photos
મુંબઈ: આવતી કાલે 25મી મેથી શરૂ થતી વિમાન સેવા પર મહારાષ્ટ્ર સરકારનું સસ્પેન્સ યથાવત છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું છે કે ગ્રીન ઝોનથી સ્વસ્થ મુસાફરોને રેડ ઝોનમાં લાવીને તેમને જોખમમાં શા માટે મૂકવા. તેમણે કહ્યું કે કોઈ પોઝિટિવ મુસાફરને રેડ ઝોનમાં લાવીને ત્યાંના જોખમને વધારવું ખોટું છે. આ સાથે જ વ્યસ્ત એરપોર્ટને કોરોના મહામારીમાં સાવધાનીઓ સાથે ચલાવવામાં વધુ લોકોની જરૂર પડશે. જેના કારણે આપોઆપ જોખમ પણ વધશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે રેડ ઝોનના એરપોર્ટને આ સ્થિતિમાં ખોલવા જોખમી સાબિત થશે. તેમણે કહ્યું કે મુસાફરોનું ફક્ત થર્મલ સ્ક્રિનિંગ જ સુરક્ષા કારણોસર પૂરતું નથી. આ સાથે જ રિક્ષા, ટેક્સી, બસોને પણ મોટી સંખ્યામાં દોડાવવા અશક્ય છે. આ સાથે જ કોઈ પોઝિટિવ મુસાફરને રેડ ઝોનમાં લાવીને ત્યાં જોખમ વધારવું ખોટું છે.
Its extremely ill-advised to reopen airports in red zone. Mere thermal scanning of passengers inadequate w/o swabs. Impossible to have autos/cabs/buses ply in current circumstances. Adding positive passenger will add Covid stress to red zone.#MaharashtraGovtCares
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) May 23, 2020
મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડીના આ કડક વલણથી 25મી મેથી દેશભરમાં હવાઈ સેવા શરૂ થવા પર હાલ મહારાષ્ટ્રે તો બ્રેક લગાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરેસરકારના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે સહિત પ્રદેશના અનેક મોટા શહેરોમાં કોરોનાના કેસનો ચેપ સતત વધી રહ્યો છે અને તેમને રેડ ઝોન જાહેર કરાયા છે. આવામાં આ જિલ્લાઓમાં આવશ્યક સેવાઓ સિવાય લોકડાઉન કડકાઈથી લાગુ છે અને અનેક પ્રકારના પ્રતિબંધો છે.
મુંબઈ, પુણેમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા અને કોવિડ 19ના વધતા સંક્રમણને કારણે ટેક્સીઓ અને ઓટો રિક્ષાઓ ઉપર પણ રોક લાગેલી છે. આ પ્રતિબંધો વચ્ચે હવાઈ સેવાઓ ચાલુ થઈ શકે નહીં. ઠાકરે સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે 31મી મે સુધી લોકડાઉન વધારવાની પોતાની સરકારી ગાઈડલાઈન્સમાં પણ હવાઈ સેવાઓ પર પ્રતિબંધ ચાલુ રાખ્યા છે. પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એરપોર્ટ પર મુંબઈમાં ફરીથી કામ શરૂ કરવા માટે રાજ્ય સરકારને હજુ સુધી પોતાની તૈયારીઓ અંગે સંતોષકારક વિગતો આપી નથી.
જુઓ LIVE TV
તેમણે એ નથી જણાવ્યું કે આખરે મુંબઈ અને અન્ય રેડ ઝોન શહેરોમાં એરપોર્ટ પર ફરીથી કામ શરૂ કરવા માટે સ્ટાફની ઉપલબ્ધતા, કર્મચારીઓના સ્વાસ્થ્યનો રેકોર્ડ કેવી રીતે રખાશે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં પ્રતિદિન લગભગ 28,000 મુસાફરો હવાઈ મુસાફરી કરે છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે હાલની સ્થિતિ વચ્ચે હવાઈ યાત્રા માટેના મુસાફરોને હેન્ડલ કરવા માટે મુંબઈ સહિત રેડ ઝોનમાં આવનારા એરપોર્ટ પર એરલાઈન્સમાં સામાન્ય દિવસો કરતા વધુ સ્ટાફની જરૂર પડશે. જે હવાઈ મુસાફરી શરૂ કરવા માટે એક મોટો પડકાર છે. જો કે રેન્દ્ર માટે રાહતની વાત એ છે કે ઉદ્ધવ ઠાકરે સરકારે નોન રેડ ઝોનમાં આવનારા એરપોર્ટ પર હવાઈ સેવાઓ શરૂ કરવા માટે મદદની તૈયારી દેખાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે