નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા બે એશિયાટિક વાઈલ્ડ ડોગ


વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાક્ડ કેવડી બીટમાં મુકવામાં આવેલા કેમેરામાં આ બંન્ને એશિયાટિક વાઇલ્ડ ડોગ કેદ થયા છે. 

નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા બે એશિયાટિક વાઈલ્ડ ડોગ

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં એશિયાટિક ડોગ જોવા મળ્યા છે. વન વિભાગના કેમેરામાં આ ડોગના દ્રશ્યો કેદ થયા છે. 

મળતી માહિતી મુજબ નવસારીમાં આવેલા વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. આશરે 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં  આ ડોગ જોવા મળ્યા છે. વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાક્ડ કેવડી બીટમાં મુકવામાં આવેલા કેમેરામાં આ બંન્ને એશિયાટિક વાઇલ્ડ ડોગ કેદ થયા છે. 

એશિયાટિક વાઈલ્ડ ડોગ ઈન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ના સિડ્યુલ 2 હેઠળ સંરક્ષિત યાદીમાં સામેલ છે. વાસંદા નેશનલ પાર્કમાં આ બે ડોગ દેખાતા વન વિભાગે તેને સારા જંગલની નિશાની ગણાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news