ISROએ 42મી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરી, ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ સેવાઓ થશે વધુ સરળ
ઇસરો (ISRO)ના ચેરમેન ડો. કે સિવને જણાવ્યુ કે, PSLV-C50 પૂર્વનિર્ધારિત કક્ષામાં CMS01 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક ઇંજેક્ટ કરી દેવામાં આવ્યો છે.
Trending Photos
ચેન્નઈઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ એકવાર ફરી ઈતિહાસ રચી દીધો છે. ઇસરોએ ગુરૂવારે પીએસએલવી-સી50 દ્વારા સંચાર ઉપગ્રહ (Communication Satellite) સીએમએસ-01ને લોન્ચ કર્યો છે. કોરોના કાળમાં આ વર્ષે ઈસરોનું બીજુ મિશન છે. તેના માટે સતીશ ધવન સ્પેસ સેન્ડરથી 25 કલાકની ઉલટી ગણતરી બુધવારે બપોરે શરૂ થઈ ગઈ હતી. ગુરૂવારે સાંજે 3.40 કલાકે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે.
ઇસરો (ISRO)ના ચેરમેન ડો. કે સિવને જણાવ્યુ કે, PSLV-C50 પૂર્વનિર્ધારિત કક્ષામાં CMS01 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક ઇંજેક્ટ કરી દેવામાં આવ્યો છે. સેટેલાઇટ સારી રીતે કામ કરી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં એક ઉલ્લેખિત સ્લોટમાં પહોંચી જશે. આ સાથે તેમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમારી ટીમે ખુબ સારી રીતે અને સુરક્ષિત રૂપથી પ્રોજેક્ટમાં કામ કર્યું છે.
PSLV-C50 successfully injected CMS01 communication satellite precisely in predefined orbit. Satellite is functioning very well & will be placed in a specified slot in another 4 days. Teams worked very well & safely under #COVID19 pandemic situation: ISRO Chairman Dr K Sivan https://t.co/SwFOSI6HgU pic.twitter.com/OqL69xuk59
— ANI (@ANI) December 17, 2020
મહત્વનું છે કે પીએસએલવીનું આ 52મું મિશન હતું. સંચાર ઉપગ્રહ સીએમએસ-01ને બપોરે 3.41 કલાકે શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. સીએમએસ-01 ઇસરોનો 42મો સંચાર ઉપગ્રહ છે. ભારતની મુખ્ય ભૂમિ અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપને કરવ કરનાર ફ્રીક્વેન્સી સ્પેક્ટ્રમના વિસ્તારિત સી-બેન્ડમાં સેવા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા સાત નવેમ્બરે પીએસએલવી-સી49 દ્વારા ભૂ-મોનિટરિંગ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો હતો.
સીએમએસ-01 સેટેલાઇટને કારણે ટેલીકમ્યુનિકેશન સેવાઓમાં સુધાર થશે. તેની મદદથી ટીવી ચેનલોની પિક્ચર ક્વોલિટી સુધરવાની સાથે સરકારને આપદા મેનેજમેન્ટ દરમિયાન મદદ મળશે. આ સેટેલાઇટ 2011માં લોન્ચ કરવામાં આવેલ જીસેટ-2 ટેલીકમ્યુનિકેશન સેટેલાઇટનું સ્થાન લેશે. સીએમએસ-01 આગામી સાત વર્ષ સુધી સેવાઓ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે