ચંદ્રયાન-2એ 2650 KM દુરથી મોકલી ચંદ્રની પહેલી તસ્વીર, આવો છે નજારો...

ઇસરોના અધ્યક્ષ કે.સિવનનું કહેવું છે કે ચંદ્ર પર ઉતરવા માટે ભારતનું પહેલું ચંદ્રમા મિશન ચંદ્રયાન-2ને વિશ્વમાં ઉત્સુકતા સાથે જોવાઇ રહ્યું છે

ચંદ્રયાન-2એ 2650 KM દુરથી મોકલી ચંદ્રની પહેલી તસ્વીર, આવો છે નજારો...

નવી દિલ્હી : ચંદ્રયાન-2 એ 21 ઓગષ્ટે સફળતાપુર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરી લીધો. ત્યાર બાદ ચંદ્રયાન-2નાં લુનરે સપાડીથી લગભગ 2650 કિલોમીટર ઉંચાઇથી તસ્વીર લીધી છે. ઇંડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. ઇસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-2 દ્વારા મોકલવામાં આવેલી ચંદ્રની તસ્વીરમાં ઓરિએન્ટલ બેઝીન અને અપોલો ક્રેટર્સની ઓળખ કરવામાં આવી છે.
રાજીવ ગાંધીએ સરકારી સંસ્થાઓનો ઉપયોગ કોઇને ડરાવવા માટે નથી કર્યો: સોનિયા

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઇસરોએ બુધવારે માહિતી આપી હતી કે, ચંદ્રયાન-2 ચંદ્રની બીજી કક્ષામાં પહોંચવામાં 1228 સેકન્ડ લાગી. ચંદ્રની કક્ષાનો આકાર 118 કિલોમીટર ગુણ્યા 4412 કિલોમીટર છે. જ્યાંથી પસાર થઇને સ્પેસ ક્રાફ્ટ ચંદ્રની કક્ષામાં ઉતરશે. 
હવે ડોક્યુમેન્ટનાં નામે ધક્કા નહી ખવડાવી શકે સરકારી બાબુઓ, KYC અંગે સરકારનો નવો નિયમ

પશુ તસ્કરોનો આતંક: વિરોધ કરનારા યુવકને ગોળી મારી દીધી
બીજી તરફ મંગળવારે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડવામાં આવ્યું હતું. સ્પેસ ક્રાફ્ટમાં ઓર્બિટર (2379 કિલોગ્રામ, આઠ પેલોડ), લેંડર વિક્રમ (1472 કિલોગ્રામ, ચાર પેલોડ) અને રોવર (27 કિલોગ્રામ, બે પેલોડ)નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસરોનાં અધ્યક્ષ કે.સિવનનું કહેવું છે કે ચંદ્ર પર ઉતરવા માટે ભારતનું પહેલું ચંદ્ર મિશન ચંદ્રયાન-2ને વિશ્વમાં ઉત્સુકતા સાથે જોવામાં આવી રહ્યું છે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2 મિશન વૈશ્વિક સ્તર પર એક મહત્વપુર્ણ મિશન છે. તેમણે કહ્યું કે, ચંદ્રમા લેન્ડર વિક્રમ માટે લૈન્ડિંગ ઓપરેશન 7 સપ્ટેમ્બરની રાત્રે આશરે 01.40 વાગ્યે શરૂ થશે. જ્યારે તેનું લેન્ડિંગ રાત્રે 01.55 વાગ્યે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news