આજે રાત્રે ભારતીયોને લેવા ઇઝરાયલ જશે વિમાન, વિદેશ મંત્રાલયે જણાવ્યો રેસ્ક્યૂ પ્લાન

ભારતીય નાગરિકોને પરત લેવા માટે પ્રથમ ચાર્ટર ફ્લાઇટ આજે રાત્રે તેલ અવીવ પહોંચશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. 
 

આજે રાત્રે ભારતીયોને લેવા ઇઝરાયલ જશે વિમાન, વિદેશ મંત્રાલયે જણાવ્યો રેસ્ક્યૂ પ્લાન

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકોને લેવા માટે પ્રથમ ચાર્ટર ઉડાન આજે રાત્રે તેલ અવીવ પહોંચશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. આ તે ભારતીય નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યું છે, જે ઇઝરાયલથી પરત આવવા ઈચ્છે છે. 

ઇઝરાયલમાં-હમાસમાં ચાલી રહેલા જંગ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે મીડિયામાં સંબોધન કર્યું હતું. ઓપરેશન અજયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ચાર્ટર ઉડાન આજે મોડી સાંજે તેલ અવીવ પહોંચશે. તેમાં 230 યાત્રિકોના સવાર થવાની આશા છે. અમારી પાસે બધા વિકલ્પ છે. પરત લાવવામાં ભારતીય વાયુસેનાની ભૂમિકાનો ઇનકાર ન કરી શકાય. આ ફ્લાઇટ કાલે સવારે ભારત પરત ફરી શકે છે. 

કાલે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન અજયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન અજયને આપણા તે નાગરિકોની ઇઝરાયલથી વાપસીની સુવિધા માટે શરૂ કરવામાં આવ્યું છે, જે પરત આવવા ઈચ્છે છે. 

ઇઝરાયલમાં હમાસના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે તેમને આ મામલાની જાણકારી છે. તે હોસ્પિટલમાં છે. તેની હાલતમાં સુધાર થઈ રહ્યો છે. અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી. 

વિદેશ મંત્રાલયે કહ્યું- લગભગ 18000 ભારતીય ઇઝરાયલમાં છે. ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ ચિંતાનો વિષય છે. ભારતીયોને મિશન તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. 

અરિંદમ બાગચીએ કહ્યું- આંતરરાષ્ટ્રીય માનવીય કાદયાનું પાલન કરવું સાર્વભૌમિક જવાબદારી છે. આતંકવાદના તમામ રૂપો સામે લડવું એક વૈશ્વિક જવાબદારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news