CBI બાદ ઈડી પણ કરશે ચિદમ્બરમની ધરપકડ, પરંતુ એ પહેલા જ થયો મોટો ફેરફાર
આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ બાદ ઈડી પણ ચિદમ્બરમની પૂછપરછ કરશે.
Trending Photos
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ બાદ ઈડી પણ ચિદમ્બરમની પૂછપરછ કરશે. એવા અહેવાલ છે છે કે હવે ઈડીમાં આ કેસની તપાસ નવા અધિકારી કરશે. કારણ કે આ મામલે તપાસ કરી રહેલા અધિકારીને ઈડીમાંથી બહાર કરી દેવાયા છે. મળતી માહિતી મુજબ આ મામલાની તપાસમાં શરૂથી સાથે રહેલા ઈડીના અધિકારી રાકેશ આહુજાની બદલી કરી દેવાઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે રાકેશ આહુજાને ફરીથી દિલ્હી પોલીસમાં મોકલી દેવાયા છે.
રાકેશ આહુજા ઈડીમાં સહાયક નિયામકના પદે તહેનાત હતાં. આથી આઈએનએક્સ મીડિયાની તપાસ નવા અધિકારી કરશે. અત્રે જણાવવાનું કે ઈડીના અધિકારીઓના જણાવ્યાં મુજબ સીબીઆઈ દ્વારા ચિદમ્બરમની તપાસ થયા બાદ ઈડી પણ તેમની ધરપકડ કરશે અને અન્ય કેસ મામલે પૂછપરછ કરશે. હકીકતમાં બંને એજન્સીઓ INX મીડિયા કેસની તપાસ કરી રહી છે. બુધવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા બાદ ચિદમ્બરમને આખી રાત સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યાં હતાં.
જુઓ LIVE TV
પી ચિદમ્બરમને આ જે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરાશે. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી ચિદમ્બરમને બપોરે 3 વાગે સ્પેશિયલ સીબીઆઈ જજ અજય કુમાર કુહારની કોર્ટ (રાઉઝ એવન્યુ)માં રજુ કરાશે. સીબીઆઈની દલીલ રહી છે કે ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ કરતા નથી અને સવાલોના ગોળગોળ જવાબ આપે છે. હવે સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે