યુજવેન્દ્ર ચહલના બચાવમાં આવ્યો દુનિયાનો બેસ્ટ બોલર, કહ્યું-તે ચેમ્પિયન બોલર છે, રોબોટ નહીં
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન ડે મેચમાં ખરાબ દેખાવને લઇને ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ ટીકાઓનો ભોગ બન્યો છે. યુજવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ચોથી વન ડેમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. આટલો ખરાબ દેખાવ અગાઉ ચહલે ક્યારેય કર્યો નથી. કારકિર્દીની આ સૌથી ખરાબ બોલિંગ છે.
Trending Photos
નવી દિલ્હી : ભારત vs ઓસ્ટ્રેલિયા શ્રેણીની ચોથી વન ડે ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ માટે કારકિર્દીની કાળી ટીળી સમાન સાબિત થઇ છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને ભારે ફટકાર્યો હતો. 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. કારકિર્દીની સૌથી ખરાબ બોલિંગને પગલે ચહલ ટીકાકારોનો ભોગ બન્યો છે. જોકે આ સંજોગોમાં દુનિયાનો બેસ્ટ બોલર ચહલના બચાવમાં આવ્યો છે.
એક એવો દેશ કે જ્યાં શેન વોર્ન જેવા દિગ્ગજ સ્પિનરે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો ત્યાં ઓસ્ટ્રેલિયાના જ એડમ જેમ્પા (Adam Zampa) પ્રભાવશાળી સાબિત થઇ રહ્યો છે. તેણે માત્ર ભારત વિરૂધ્ધ (India vs Australia) પહેલી ચાર મેચમાં છ વિકેટ લીધી હતી. જ્યારે બે વખત મહેન્દ્રસિંહ ધોની અને ફરી એકવાર વિરાટ કોહલીને આઉટ કર્યો. જ્યારે ભારતના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને મોહાલીમાં રમાયેલ ચાર મેચમાં ભારે ફટકા પડ્યા હતા. એણે 10 ઓવરમાં 80 રન આપી એક વિકેટ મેળવી હતી.
આ મેચ બાદ ઘણા ક્રિકેટ પંડિતોએ ચહલની આકરી ટીકા કરવી શરૂ હતી. પરંતુ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને (Muttiah Muralitharan) ચહલનો બચાવ કરતાં ચહલને ચેમ્પિયન તરીકે ગણાવ્યો હતો અને કહ્યું કે તે માણસ છે નહીં કે રોબોટ. મુરલીધરને કહ્યું કે, તમે એક ખેલાડી પાસેથી એવી અપેક્ષા હંમેશા ન રાખી શકો કે એ જ્યારે પણ મેચ રહમે તો એમાં પાંચ વિકેટ લે. ચહલ ચેમ્પિયન બોલર છે અને છેલ્લા બે વર્ષમાં સારી બોલિંગ કરી છે.
પૂર્વ ઓફ સ્પિનરે કહ્યું કે, ચહલ પાસે વિવિધતા છે અને તે હરીફ બેટ્સમેનને પરેશાન કરી શકે છે. માત્ર એક મેચમાં નિષ્ફળ થવાથી એના પર શંકા ન કરી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે