અખિલેશની નારાજગીની થઇ અસર, બદાયૂં બેઠકથી ઉમેદવારનું નામ પરત લેશે કોંગ્રેસ!
કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી/ લખનઉ: સપા અધ્યક્ષ અખિલેશ યાદવની નારાજગીની અસર થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, હવે કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
ખરેખરમાં, બદાયૂં બેઠક યાદવ પરિવારની પારંપરિક બેઠક છે. ધર્મેન્દ્ર યાદવ બદાયૂંથી સાંસદ છે. વર્ષ 2014માં સમાજવાદી પાર્ટીએ જે પાંચ બેઠક જીતી હતી. તેમાં ધર્મેન્દ્ર યાદવની બદાયૂં બેઠક પણ હતી. અખિલેશ યાદવે 2019ના ચૂંટણી દંગલમાં ફરી ધર્મેન્દ્ર યાદવને બદાયૂંથી ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ કોંગ્રેસ બદાયૂંથી તેમના ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસના બદાયૂંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા સલીમ શેરવાનીને ઉમેદવાર બનાવ્યા છે.
કોંગ્રેસના બદાયૂં બેઠકથી ઉમેદવાર ઉતાર્યા બાદ અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું હતું કે જો કોંગ્રેસ બદાયૂં બેઠકથી તેમના ઉમેદવારનું નામ પરત નહીં લે તો, અમેઠી અને રાયબરેલીમાં પણ એસપી-બીએસપી ગઠબંધન તેમના ઉમેદવારને ઉભા કરશે. જો એવું થયા તો આ કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. કેમ કે, અમેઠી અને રાયબરેલીમાં ક્યારે પણ વિપક્ષ અને તેમના ઉમેદવાર ઉભા કરતા નથી. અખિલેશ યાદવના આ નિવેદનથી હલચલ મચી ગઇ છે. સુત્રોનું માનીએ તો કોંગ્રેસ એટલા માટે આ નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે