ભારતની સાથે છે અમેરિકા... ગલવાન શહીદોનો ઉલ્લેખ કરી ચીન પર ભડક્યા વિદેશ મંત્રી પોમ્પિયો
2+2 વાતચીત દરમિયાન અમેરિકી પક્ષે ભારતને તે વિશ્વાસ અપાવ્યો કે તેની સંપ્રભુતા અને સ્વતંત્રતા માટે જે પણ ખતરો હશે તેની વિરુદ્ધ અમેરિકા હંમેશા સાથે ઊભુ રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત-અમેરિકા 2+2 વાર્તા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીને લોકતંત્ર અને પારદર્શિતાનું દુશ્મન ગણાવી દીધું છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા ન માત્ર ચાઇનીઝ કમ્યૂનિસ્ટ પાર્ટી તરફથી ઉભા કરવામાં આવેલા ખતરા પરંતુ બધા પ્રકારના ખતરા વિરુદ્ધ આપસી સહયોગને મજબૂત કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં તેમણે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમેરિકા ભારતના લોકોની સાથે ઊભુ રહ્યું. ચીને તેના પર વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું કે, અમેરિકાએ પેઇચિંગ અને ક્ષેત્રીય દેશો વચ્ચે વિવાદ ઉભો કરવાનું બંધ કરવું જોઈએ.
ચાઇનીઝ કમ્યૂનિસ્ટ પાર્ટી લોકતંત્ર માટે ખતરોઃ પોમ્પિયો
અમેરિકી વિદેશ મંત્રીએ ચીનની તાનાશાહી સત્તાધારી કમ્યૂનિસ્ટ પાર્ટી પર સીધો હુમલો કરતા કહ્યુ- 'અમારા નેતા અને નાગરિક ખુબ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે કે ચાઇનીઝ કમ્યૂનિસ્ટ પાર્ટી લોકતંત્ર, કાયદાનું શાસન, પારદર્શિતા.. ની મિત્ર નથી. મને તે કહેતા ખુશી છે કે ભારત અને અમેરિકા ન માત્ર સીસીપી તરફથી ઉભા કરવામાં આવી રહેલા ખતરા પરંતુ બધા પ્રકારના ખતરા વિરુદ્ધ સહયોગને મજબૂત કરવા તમામ પગલા ભરી રહ્યાં છે.'
#WATCH Our leaders & citizens see with increasing clarity that Chinese Communist Party is no friend to democracy, rule of law, transparency... I'm glad to say India & US are taking all steps to strengthen cooperation against all threats & not just those posed by CCP: Mike Pompeo pic.twitter.com/Nxh6iawJ36
— ANI (@ANI) October 27, 2020
પોમ્પિયોએ ગલવાન ઘાટીના શહીદોનો કર્યો ઉલ્લેખ
સંયુક્ત મીડિયા સંબોધનમાં અમેરિકી વિદેશ મંત્રીએ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં જૂન મહિનામાં થયેલ હિંસક ઘર્ષણનો ઉલ્લેખ કર્યો હતો. પોમ્પિયોએ કહ્યુ કે, યાત્રા દરમિયાન તેમણે સૌથી મોટા લોકતંત્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને સન્માન આપવા માટે વોર મેમોરિયલનો પ્રવાસ કર્યો. તે બલિદાનિયોમાં તે 20 પણ સામેલ છે જેણે જૂનમાં ગલવાન ઘાટીમાં ચીનની પીએલએ સામે ટક્કર આપવા કુર્બાની આપી હતી.
Unlock 5:0 Guidelines: કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી યથાવત રહેશે લૉકડાઉનઃ ગૃહમંત્રાલય
સંપ્રભુતા પર કોઈ ખતરો ઉભો થયો તો ભારતની સાથે અમેરિકા
2+2 વાતચીત દરમિયાન અમેરિકી પક્ષે ભારતને તે વિશ્વાસ અપાવ્યો કે તેની સંપ્રભુતા અને સ્વતંત્રતા માટે જે પણ ખતરો હશે તેની વિરુદ્ધ અમેરિકા હંમેશા સાથે ઊભુ રહેશે. પોમ્પિયોએ ભાર આપીને કહ્યુ- ભારતની સંપ્રભુતા અને ભારતીયોની આઝાદીને લઈને જે પણ ખતરા હશે, જેમાં અમેરિકા ભારતની સાથે ઊભુ રહેશે. અમેરિકી વિદેશ મંત્રીએ ઓગસ્ટ મહિનામાં ચીનને દુનિયા માટે એક ખતરો ગણાવ્યું હતું. પોમ્પિયોએ કહ્યુ હતુ કે ચીન પશ્ચિમ માટે ગંભીર ખતરો છે, ત્યાં સુધી કે શીત યુદ્ધ દરમિયાન સોવિયત રશિયા પણ એટલો મોટો ખતરો નહોતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે