AMTS નાગરિકોનું વાહન છે કે યમરાજનું? પાંચ વર્ષમાં 2400 અકસ્માતમાં 68 લોકોના ગયા જીવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં નાગરિકોની સેવા માટે બસોનું સંચાલન કરવામાં આવે છે. આ બસ સમગ્ર શહેરમાં નાગરિકોની સેવા માટે ફરતી રહે છે. જો કે આ નાગરિકોની સેવા સાથે સાથે નાગરિકો માટે જોખમી પણ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. બીઆરટીએસની સાથે સાથે એએમટીએસ પણ હવે યમદુત પણ સાબિત થઇ રહી છે તેવું લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષના એએમટીએસ દ્વારા અકસ્માતની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં નાગરિકોની સેવા માટે બસોનું સંચાલન કરવામાં આવે છે. આ બસ સમગ્ર શહેરમાં નાગરિકોની સેવા માટે ફરતી રહે છે. જો કે આ નાગરિકોની સેવા સાથે સાથે નાગરિકો માટે જોખમી પણ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. બીઆરટીએસની સાથે સાથે એએમટીએસ પણ હવે યમદુત પણ સાબિત થઇ રહી છે તેવું લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષના એએમટીએસ દ્વારા અકસ્માતની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે.
જો કે આ આંકડાઓમાં ખાનગી બસ કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવવામાં આવતી બસો વધારે બેફામ બેખોમ અને ઘાતક સાબિત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એએમટીએસ દ્વારા અધિકારીક રીતે ચલાવાતી બસના ડ્રાઇવર વધારે જવાબદાર અને યોગ્ય રીતે બસ ચલાવતા હોય તેવું આંકડાઓ પરથી સાબિત થાય છે. તો બીજી તરફ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવાતી બસનાં ડ્રાઇવર બેખોફ અને જાણે કોઇની પરવાહ જ ન હોય તે પ્રકારે ડ્રાઇવિંગ કરે છે. જેના કારણે નાગરિકો માટે આ યમદુત સાબિત થઇ રહી છે.
2015થી અત્યાર સુધી AMTS ના નાના મોટા 2400 થી વધારે અકસ્માત થયા હતા. ગત્ત વર્ષમાં કુલ 68 લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સર્જવામાં ખાનગી ઓપરેટર અગ્રતાક્રમે છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 68 લોકોનાં મોત એએમટીએસ અકસ્માતના કારણે થયા છે. જેમાં 5 લોકોનાં મોત જ અધિકારીક AMTS ની બસના કારણે થયા છે. ખાનગી ઓપરેટરની બસ દ્વારા 59 લોકોને અકસ્માતમાં કચડી નાખવામાં આવ્યા છે. ફેટલ અકસ્માતમાં ઓપરેટર પાસેથી તુરંત જ 1 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી મોતના આંકડાઓમાં ઘટાડો થઇ રહ્યો છે.
આ અંગે વાત કરતા એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, કોઇ પણ અકસ્માત થાય તો દુખની વાત છે. ખાનગી ઓપરેટર પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં આ આંકડો ઘટ્યો પણ છે. અમે ડ્રાઇવરની સતત ટ્રેનિંગ આપતા રહ્યા છીએ. અકસ્માત કરનાર ચાલકનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાય છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અમે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છીએ.
AMTS પોતે જ બસનું સંચાલન કરે છે | ||||||
AMTS ની પોતાની બસ | 2015-16 | 2016-17 | 2017-18 | 2018-19 | 2019-20 | 2020-20 (ઓક્ટો) |
ફેટલ | 4 | 3 | 1 | 0 | 0 | 1 |
કુલ | 186 | 120 | 70 | 47 | 45 | 2 |
AMTS ની ખાનગી બસો જે કોન્ટ્રાક્ટ આધારિત ચાલે છે | ||||||
ખાનગી બસ | 2015-16 | 2016-17 | 2017-18 | 2018-19 | 2019-20 | 2020-21 |
ફેટલ | 15 | 10 | 10 | 11 | 10 | 3 |
કુલ | 654 | 614 | 397 | 327 | 303 | 37 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે