Indira Gandhi Jayanti: ઇન્દિરા ગાંધી 102મી જન્મ જ્યંતી, PM મોદી રાહુલ ગાંધી સોનિયા ગાંધીએ અર્પી શ્રધ્ધાંજલિ

Indira Gandhi Jayanti: દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની 102મી જન્મજ્યંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી...

Indira Gandhi Jayanti: ઇન્દિરા ગાંધી 102મી જન્મ જ્યંતી, PM મોદી રાહુલ ગાંધી સોનિયા ગાંધીએ અર્પી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કોંગ્રેસ (Congress) નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મંગળવારે દેશના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને (indira gandhi) એમની 102મી જન્મજ્યંતીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એમની જન્મજ્યંતીએ શ્રધ્ધાંજલિ

સોનિયા ગાંધી (Sonia Gandhi) પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Manmohan Singh) અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ (Pranab Mukherjee) ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળ શક્તિ સ્મારકે આવી એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 

rahul

રાહુલ ગાંધીએ હિન્દીમાં કરેલ એક ટ્વિટમાં લખ્યું કે, પ્યારા દાદી એક સશક્ત, સમર્થ નેતૃત્વ અને અદભૂત વહીવટની ક્ષમતા ધરાવતા હતા. ભારતને એક સશક્ત દેશના રૂપમાં સ્થાપિત કરવામાં  મહત્વની ભૂમિકા નિભાવનારા લોખંડી મહિલા અને મારા પ્યારા દાદી દિવંગત ઇન્દિરા ગાંધીજીને એમની જન્મજ્યંતી પર શત શત નમન.

— Narendra Modi (@narendramodi) November 19, 2019

કોંગ્રેસ પાર્ટીએ પણ એમના દિવંગત નેતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન દિવંગત ઇન્દિરા ગાંધીને એમના જન્મજ્યંતીએ શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. એમની ઇચ્છાશક્તિ અને દ્રઢ સંકલ્પે આપણા દેશને અનેક ઉંચાઇઓ પર પહોંચાડ્યો હતો. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, અર્થ વ્યવસ્થા અને વિદેશ નીતિમાં એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. 

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન દિવંગત નેતા ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને એમના પત્ની અને સ્વતંત્રતા સેનાની કમલા નહેરૂના સંતાન તરીકે થયો હતો. ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને ફરી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984માં હત્યા થયા સુધી દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news