ગજબ થઈ ગયો...'અખંડ ભારત'ના કાર્યક્રમમાં પાકિસ્તાનના અધિકારી આવશે, બાંગ્લાદેશને પણ આમંત્રણ
અખંડ ભારતના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાને તો હામી ભરી દીધી છે અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોને આમંત્રણ અપાયેલું છે. જો બાંગ્લાદેશ પણ સામેલ થશે તો આ એક ઐતિહાસિક પળ હશે.
Trending Photos
પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો ભલે ભારતથી બળતા હોય પરંતુ એ વાત આખી દુનિયાને ખબર છે કે ભૂતકાળમાં તેઓ ભારતનો હિસ્સો રહી ચૂક્યા છે. એટલું જ નહીં ભારત હંમેશાથી એવું ઈચ્છે છે કે આ બંને દેશોનું ભલું થાય અને આ કડીમાં ભારત સરકારે ભારતીય હવામાન વિભાગ (IMD)ના 150 વર્ષ પૂરા થયાના અવસરે અખંડ ભારત સેમિનારનું આયોજન કર્યું છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશોને પણ આમંત્રણ અપાયું છે. આ પહેલ જોઈન્ટ ઈતિહાસને મનાવવા અને મતભેદોને બાજુ પર મૂકીને એકજૂથતા દર્શાવવા માટે કરાઈ છે.
વાત જાણે એમ છે કે રિપોર્ટ્સ મુજબ આ આયોજનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર, માલદીવ, શ્રીલંકા, અને નેપાળ સહિત અનેક દેશોને આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત મધ્ય એશિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના કેટલાક દેશોના અધિકારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
પાકિસ્તાને ભાગીદારીની પુષ્ટિ કરી
ખાસ વાત એ છે કે પાકિસ્તાને આ કાર્યક્રમમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે, જ્યારે બાંગ્લાદેશની પુષ્ટિની હજુ રાહ જોવાય છે. જો બાંગ્લાદેશ આ કાર્યક્રમમાં સામેલ થશે તો આ ઐતિહાસિક પળ હશે. IMD ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તે તમામ દેશોના અધિકારીઓ આ આયોજનનો ભાગ બને જે IMD ની સ્થાપના સમયે અખંડ ભારતનો ભાગ હતા.
IMDની 150મી વર્ષગાંઠ
આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ભારત સરકારના અનેક મંત્રાલયોએ યોગદાન આપ્યું છે. નાણા મંત્રાલયે 150 રૂપિયાના વિશેષ સ્મારકનો સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. જ્યારે ગૃહ મંત્રાલયે ગણતંત્ર દિવસ પર IMDની 150મી વર્ષગાંઠના ઉપક્રમે એક વિશેષ ઝાંખીની મંજૂરી આપી છે. હાલના સમયમાં IMD એ પ્રમુખ હવામાન વિભાગોમાંથી એક છે. સ્વતંત્રતા બાદ IMD એ હવામાન વિજ્ઞાન, સંચાર અને વૈજ્ઞાનિક નવાચારમાં મોટી પ્રગતિ કરી છે. ઈસરોના સહયોગથી IMD એ INSAT ઉપગ્રહના માધ્યમથી 24x7 હવામાન નિગરાણી અને ચક્રવાતી તોફાનની ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરી, જેનાથી તે હવે દુનિયાની અગ્રણી હવામાન વિભાગોમાં સામેલ થઈ ગયું.
ઈતિહાસ
ભારતીય હવામાન વિભાગની સ્થાપના 15 જાન્યુઆરી 1875ના રોજ થઈ હતી જો કે તે કહેલા પણ હવામાન કેન્દ્ર સ્થાપિત કરાયા હતા. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી કલકત્તાનું કેન્દ્ર 1785માં, મદ્રાસનું 1796માં અને બોમ્બેનું 1826માં બનાવવામાં આવ્યું હતું. પછી છેલ્લે આઈએમડીનું નિર્માણ 1875માં ત્યારે થયું જ્યારે કલકત્તામાં 1864માં વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ 1866 અને 1871માં બે ઘાતક હવામાન નિષ્ફળતાઓ સામે આવી જેના કારણે બંગાળમાં દુષ્કાળ આવ્યો.
1875માં સ્થાપના બાદથી આઈએમડીનું હેડક્વાર્ટર કલકત્તામાં હતું. 1905માં તેને શિમલા ખસેડાયું. પછી 1928માં પુણે અને છેલ્લે 1944માં નવી દિલ્હીમાં. જ્યાં અત્યારે પણ છે. સ્વતંત્રતા બાદ આઈએમડીએ હવામાન વિજ્ઞાન, સંચાર અને વૈજ્ઞાનિક નવાચારમાં ખુબ પ્રગતિ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે