UNGA માં કાશ્મીર પર ઈમરાન ખાને સાર્યા મગરના આંસુ, ભારતે આપ્યો જબરદસ્ત જડબાતોડ જવાબ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા  (UNGA) માં કાશ્મીર પર મગરના આંસુ સાર્યા.

UNGA માં કાશ્મીર પર ઈમરાન ખાને સાર્યા મગરના આંસુ, ભારતે આપ્યો જબરદસ્ત જડબાતોડ જવાબ

વોશિંગ્ટન: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા  (UNGA) માં કાશ્મીર પર મગરના આંસુ સાર્યા. ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત ઈમરાન ખાને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવી નાખ્યા. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે. 

ઈમરાન ખાને અમેરિકા ઉપર પણ લગાવ્યા ગંભીર આરોપ
પોતાના ભાષણમાં ઈમરાન ખાને અમેરિકા ઉપર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાનને વખોડનારા વિશ્લેષણ કરે. 80ના દાયકામાં અમેરિકાએ અલ કાયદા જેવા મુજાહિદ્દીન સંગઠનોને ટ્રેનિંગ આપી હતી. 

— ANI (@ANI) September 25, 2021

ઈમરાન ખાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
UNGA માં ઈમરાન ખાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવ્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ ઘૂમે છે. ઈમરાન ખાન લાદેનના ગુણગાન ગાય છે. 

બ્રિટનના સાંસદે ભારતના કર્યા વખાણ
નોંધનીય છે કે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ અને કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરથી ભારતીય સેના હટતા જ અફઘાનિસ્તાન જેવા હાલાત પેદા થશે. સાંસદે કલમ 370 હટાવવાના નિર્ણયના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકો માટે સમૃદ્ધિ અને સારી સુરક્ષા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news