સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાતનો વધુ એક ઝળહળતો સિતારો, આર્મી મેને વૉક રેસમાં મેળવ્યો મેડલ

ગુજરાતીઓ ધારી લે તે ગમે તે ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચી શકે છે. સ્પોર્ટસ ક્ષેત્રે પણ હવે ગુજરાતીઓ કાઠુ કાઢી રહ્યાં છે. સ્પોર્ટસ ક્ષેત્રે વધુ એક ઝળહળતો સિતારો સામે આવ્યો છે. સાગર જોશીએ તાજેતરમાં જ તેલંગાણામાં યોજાયેલી નેશનલ ઓપન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં 35 કિલોમીટર વૉક રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 
સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાતનો વધુ એક ઝળહળતો સિતારો, આર્મી મેને વૉક રેસમાં મેળવ્યો મેડલ

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતીઓ ધારી લે તે ગમે તે ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચી શકે છે. સ્પોર્ટસ ક્ષેત્રે પણ હવે ગુજરાતીઓ કાઠુ કાઢી રહ્યાં છે. સ્પોર્ટસ ક્ષેત્રે વધુ એક ઝળહળતો સિતારો સામે આવ્યો છે. સાગર જોશીએ તાજેતરમાં જ તેલંગાણામાં યોજાયેલી નેશનલ ઓપન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં 35 કિલોમીટર વૉક રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 

અમદાવાદના રેસ વોકર અને આર્મીમેન સાગર જોશી હાલ ઇન્ટરનેશનલ માટે તૈયારીઓ કરી રહ્યા છે. સાગર 18 વર્ષથી આર્મી સાથે જોડાયેલા છે. નાનપણથી જ સાગર જોશીને સ્પોર્ટસ ક્ષેત્રે આગળ જવું હતું. માટે જ તે આર્મીમાં જોડાયા હતા. 10 વર્ષ આર્મીમાં વિવિધ રાજ્યોમાં પોતાની ફરજ નિભાવ્યા બાદ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવ્યા હતા.

હાલ સાગર જોશી પુણા ખાતે આવેલા આર્મીના સ્પોર્ટસ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. રેગ્યુલર સાગર જોશીને એક અઠવાડિયામાં 180 થી 210 કિલોમીટર એવરેજ દોડવાનું હોય છે. સાથે જ તેઓ દરરોજ 5 કલાક પ્રેક્ટિસ કરતા હોય છે. સાગરને 10 વર્ષ આર્મીમાં જોબ કર્યા બાદ રેસ વોકરમાં રસ જાગ્યો હતો. આર્મી અને પરિવારના સપોર્ટના કારણે એક પછી એક મેડલ જીતતા ગયા. 

No description available.

કોરોના મહામારીમાં તેઓ પણ કોરોની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ તેમ છતા તેમણે પ્રેક્ટિસ છોડી ન હતી. સતત વોક, યોગા કરવાના કારણે કોરોનાથી તેઓ જલ્દી રિકવર થયા હતા. આ કારણે જ તેઓ બ્રોન્ઝ મેડલ સુધી પહોંચી શક્યા હતા. સાગર જોશીનું એક જ સપનુ છે કે, તેઓ ઓલિમ્પિકમાં ભાગ લે. હાલ તેઓ સતત મહેનત કરે છે, જેથી ઓલિમ્પિક સુધી પહોંચી શકે. આ વર્ષે માત્ર 33 પોઇન્ટના કારણે સાગર જોશી ઓલિમ્પિકમાં જઈ શક્યા ન હતા. જેથી તેઓ હાલ આ માટે અથાગ પ્રયાસો કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news