સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ બચાવ્યા 3 ચીની નાગરિકોના જીવ, આ રીતે કરી મદદ

ઇન્ડિયન આર્મીને તેમના વિશે ખબર પડી, તાત્કાલિક રેસ્ક્યૂ કરી ચીની નાગરિકોનો જીવ બચાવ્યો છે. આર્મીની રેસ્ક્યૂ ટીમએ આ નાગરિકોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો. ચીની નાગરિક બુધવારે (3 સપ્ટેમ્બર)ના રોજ 17,500 ફૂટની ઉંચાઇ પર રસ્તો ભટકી ગયા હતા.  

સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ બચાવ્યા 3 ચીની નાગરિકોના જીવ, આ રીતે કરી મદદ

નવી દિલ્હી: LAC પર ભારત અને ચીનના તણાવ વચ્ચે ઇન્ડિયન આર્મી (Indian Army) ડ્રૈગનના પ્રત્યે માનવતાનું વલણ જોવા મળ્યું છે. જી હાં, આપણી આર્મી વારંવાર LAC નું ઉલ્લંઘન કરનાર ચીનના 3 નાગરિકો પ્રત્યે દરિયાદિલી બતાવી છે અને મુશ્કેલ સ્થિતિમાં તેમનો જીવ બચાવ્યો છે. જોકે, ચીનના 3 નાગરિક સિક્કિમના પઠારી વિસ્તાર ( Sikkim's plateau area) એટલે કે બર્ફીલા પહાડોમાં માર્ગ ભૂલી ગયા હતા.  

ઇન્ડિયન આર્મીને તેમના વિશે ખબર પડી, તાત્કાલિક રેસ્ક્યૂ કરી ચીની નાગરિકોનો જીવ બચાવ્યો છે. આર્મીની રેસ્ક્યૂ ટીમએ આ નાગરિકોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો. ચીની નાગરિક બુધવારે (3 સપ્ટેમ્બર)ના રોજ 17,500 ફૂટની ઉંચાઇ પર રસ્તો ભટકી ગયા હતા.  

આર્મીની રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે બર્ફીલી પહાડીઓમાં રસ્તો ભટકી ગયેલા નાગરિકો પાસે ના તો રાશન પાણી હતું અને ના તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં હતા. એટલું જ નહી તેમનો ઓક્સીજનનો સ્ટોક પણ ખતમ થઇ ગયો હતો. આ દરમિયાન સેનાના લોકોની તેમના પર નજર પડી અને તેમને ભોજન, ઓક્સીજન, ગરમ કપડાં આપ્યા અને સારવાર પણ કરાવી. પછી સેનાના જવાન રસ્તો ભટકી ગયેલા નાગરિકોને યોગ્ય રસ્તે છોડીને પણ આવ્યા. આર્મીએ પોતાના સત્તાવાર સોશિયલ એકાઉન્ટ @adgpi પરથી આ સંબંધિત જાણકારી આપી અને કેપ્શનમાં લખ્યું 'માનવતા સર્વોપરિ'.

— ADG PI - INDIAN ARMY (@adgpi) September 5, 2020

તમને જણાવી દઇએ કે ભારતીય સેના (indian Army) એ ચીની નાગરિકોને મદદ માટે ત્યારે હાથ લંબાવ્યો જ્યારે શનિવારે  (5  સપ્ટેમ્બર)ના રોજ અરૂણાચલ પ્રદેશથી સમાચાર આવ્યા છે કે ચીનની સેના બોર્ડૅર પરથી 5 ભારતીય સૈનિકોનું અપહરણ કરી લીધું છે. અરૂણાચલ પ્રદેશથી કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગએ દાવો કર્યો છે કે ચીની સેનાએ બોર્ડર પરથી 5 ભારતીયોનું અપહરણ કરી લીધું છે. આ સ્થિતિમાં સેનાએ સિક્કિમમાં શૂન્યથી નીચે તાપમાનની હાડ કંપાવતી ઠંડીમાં ચીનના ભટકેલા 3 નાગરિકોની દિલથી મદદ કરી છે. જોકે ભારતીય સૈનિકોના આ વ્યવહાર પર ચીની સૈનિકોએ આભાર વ્યક્ત કર્યો છે. ખરેખર ભારતીય સેનાએ એક નેક કામ કાબિલે તારીફ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news