LAC પર તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ ચીનને ચોંકાવ્યું, ઓછા સમયમાં કર્યું આ મોટું કામ

LAC પર ભારત અને ચીનની વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની ક્ષમતા અને મહારતે ચીનને ચોંકાવ્યું છે. ભારતીય વાયુસેનાએ ના માત્ર ઓછા સમયમાં ખુબ ઝડપી કાર્યવાહી કરી આ સાથે ભારતીય સેના અને ભારે લશ્કરી સાધનોને એલએસી સુધી પહોંચાડ્યા સાથે સાથે લડાકૂ એરક્રાફ્ટ્સે દુશ્મન પર દબાણ બનાવી રાખ્યું છે.
LAC પર તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ ચીનને ચોંકાવ્યું, ઓછા સમયમાં કર્યું આ મોટું કામ

નવી દિલ્હી: LAC પર ભારત અને ચીનની વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની ક્ષમતા અને મહારતે ચીનને ચોંકાવ્યું છે. ભારતીય વાયુસેનાએ ના માત્ર ઓછા સમયમાં ખુબ ઝડપી કાર્યવાહી કરી આ સાથે ભારતીય સેના અને ભારે લશ્કરી સાધનોને એલએસી સુધી પહોંચાડ્યા સાથે સાથે લડાકૂ એરક્રાફ્ટ્સે દુશ્મન પર દબાણ બનાવી રાખ્યું છે.

લદ્દાખના ઊંચા અને ઓછા પ્રમાણમાં ઓક્સિજનવાળા વાતાવરણમાં એરક્રાફ્ટની ક્ષમતા ઓછી થઈ જાય છે. પરંતુ ભારતીય વાયુસેનાએ તણાવ શરૂ થયાના થોડા દિવસની અંદર જ ઉત્તર પ્રદેશ અને હિમાચલથી બે ડિવીઝન સેનાને લદ્દાખ પહોંચાડી છે. આ ઉપરાંત ટી-90 ટેંકનું મોટી સંખ્યામાં મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી લેહ એરબેઝ સુધી ઉતારી જેથી તેમની તૈનાતી એલએસીની નજીક કરી શકાય.

આ કામમાં ભારતીય વાયુસેનાના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17 ગ્લોબમાસ્ટર, સી-123 ડે સુપર હર્કુલિસ અને આઇએલ 76ની દિવસ સાત ઉડાન ભરી અને આટલી મોટી સેનાને થોડા દિવસોમાં જ એલએસી સુધી પહોંચાડી છે. સી-123 જે સુપર હર્કુલિસ દુનિયાની સૌથી ઊંચી હાવઈ પટ્ટી દોલત બેગ ઓલ્ડી પર ઉતરી શકે છે અને આ વાત ચીન સેના પર ભારે માનસિક દબાણ બનાવે છે.

ચીનની વાયુસેનાના લડાકૂ હેલીકોપ્ટર અને ફાઇટર જેટ્સે જ્યારે એલએસીને પાર પોતાની હરકતો શરૂ કરી તો ભારતીય વાયુસેનાએ તેમના સૌથી સારા ફાઇટર લદ્દાખમાં તૈનાત કર્યા છે. ભારતીય વાયુસેનાનું ફ્રન્ટલાઇન ફાઇટર મિગ-29 અને સુખોઇ-30 જેટ્સને લદ્દાખમાં કોમ્બેટ એર પેટ્રોલ એટલે આકાશમાં કોઇપણ ફાઇટ તૈયારીની સાથે ઉડાન ભરવાનું શરૂ કર્યું છે.

આ સમયે લદ્દાખમાં ભારતીય વાયુસેનાનું લડાકૂ હેલિકોપ્ટર અપાસે પણ તેનાત છે. જેણે ગત વર્ષે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ચીન તરફથી એલએસીની પાસે આર્મર્ડ ગાડીઓ અને ટેંક તૈનાત હોવાના સમાચાર બાદ અપાચેને લદ્દાખ લઇ જવામાં આવ્યું છે. આ કોઇપણ બખ્તરબંધ ટેંક અથવા ગાડીને મિસાઇલોથી નષ્ટ કરી શકે છે અને દુશ્મની સેનાના કેમ્પ પણ નષ્ટ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news