HDFC બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત, આટલા ટકા ઘટી જશે લોનનો વ્યાજ દર
Trending Photos
નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની નંબર વન બેંક એચડીએફસીએ તેના લાખો ગ્રાહકોને એક રાહતના સમાચાર આપ્યા છે. બેંકે ફરી એક વખત તેનો માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ દર (MCLR)માં ઘટાડો કર્યો છે. આ લોન લીધેલા ગ્રાહકોની ઇએમઆઈને નોંધપાત્ર રીતે ઘટાડશે. જો કે, ગ્રાહકોને ફાયદો કરવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.
એટલો થઈ ગયો છે વ્યાજના દર
એક વર્ષ માટે એચડીએફસી બેંકનો એમસીએલઆર દર 7.65 ટકાથી ઘટાડીને 7.45 ટકા કરાયો છે. બેંક 2016થી એમસીએલઆરના આધારે લોન આપી રહી છે. જ્યારે તમે કોઈપણ બેંક પાસેથી લોન લો છો, ત્યારે બેંક દ્વારા લેવામાં આવતા ઓછામાં ઓછા વ્યાજ દરને બેઝ રેટ કહે છે. હવે બેંક આ બેઝ રેટને બદલે એમસીએલઆરનો ઉપયોગ કરી રહી છે.
મુદત | વ્યાજ દર |
ઓવરનાઇટ | 7.10% |
એક મહિનો | 7.15% |
ત્રણ મહિનો | 7.20% |
છ મહિનો | 7.30% |
એક વર્ષ | 7.45% |
બે વર્ષ | 7.55% |
ત્રણ વર્ષ | 7.65% |
આ પણ વાંચો:- એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10% થી વધુ ઘટાડાનું અનુમાન: DBS
આ પહેલા સોમવારે જાહેર ક્ષેત્રની કેનેરા બેંક અને મહારાષ્ટ્ર બેંકે MCLRમાં અનુક્રમે 0.10 અને 0.20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વ્યાજ દરમાં આ ઘટાડો જુલાઈ 7થી લાગુ થઈ ગયો છે. કેનેરા બેંકે એક વર્ષના MCLRને 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે