UNSC: પહેલીવાર UN Security Council ની અધ્યક્ષતા કરશે ભારત, આતંકવાદના ખાતમા પર ભાર મૂકાશે
ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે.
Trending Photos
સંયુક્ત રાષ્ટ્ર: ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે.
15 રાષ્ટ્રોના શક્તિશાળી કાઉન્સિલની અધ્યક્ષતા
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ 15 રાષ્ટ્રોના શક્તિશાળી સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલની ભારત દ્વારા અધ્યક્ષતા સંભાળવાની પૂર્વ સંધ્યા પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે આપણા માટે જે માસમાં આપણે આપણો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે જે તે જ માસમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળવી વિશેષ સન્માનની વાત છે.
ભારતની અધ્યક્ષતાનો પહેલો દિવસ સોમવાર એટલે કે બે ઓગસ્ટ હશે જ્યારે તિરુમૂર્તિ મહિના મહિના માટે પરિષદના કાર્યક્રમો પર સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કેટલાક લોકો ત્યાં હાજર રહેશે જ્યારે અન્ય કેટલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી થયેલા કાર્યક્રમ મુજબ તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોને પણ કાર્ય વિવરણ ઉપલબ્ધ કરાવશે જે પરિષદના સભ્ય નથી.
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો. ઓગસ્ટની અધ્યક્ષતા સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યકાળ માટે ભારતની પહેલી અધ્યક્ષતા હશે. ભારત પોતાના બે વર્ષના કાર્યકાળના અંતિમ માસ એટલે કે આગામી વર્ષ ડિસેમ્બરમાં ફરીથી પરિષદની અધ્યક્ષતા કરશે.
આ મુદ્દાઓ પર કાર્યક્રમ
પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત ત્રણ મોટા ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, પીસ કિપિંગ અને આતંકવાદ રોકથામ સંબંધે ત્રણ ઉચ્ચ સ્તરીય પ્રમુખ કાર્યક્રમોનું આયોજન કરશે. વીડિયો સંદેશમાં તિરુમૂર્તિએ કહ્યું કે સમુદ્રી સુરક્ષા ભારતની ઉચ્ચ પ્રાથમિકતા છે અને સુરક્ષા પરિષદ માટે આ મુદ્દા પર સમગ્ર રીતે સ્ટેન્ડ લેવું જરૂરી છે.
તેમણે કહ્યું કે શાંતિ રક્ષણનો વિષય 'પીસ કિપિંગ'માં અમારી પોતાની લાંબી ભાગીદારી જોતા દિલની નજીક છે. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત શાંતિ રક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને સારી ટેક્નોલોજીના ઉપયોગથી અને તેનું ધ્યાન એ વાત ઉપર પણ રહેશે કે શાંતિ રક્ષકો વિરુદ્ધ અપરાધ કરનારા દોષિતોને કાયદાના હવાલે કરવામાં આવે.
આતંકવાદ વિરુદ્ધ લડત
તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડતમાં સૌથી આગળ રહેતા દેશ તરીકે ભારત આતંકવાદ રોકવાના પ્રયત્નો પર સતત ભાર આપતો રહેશે. તિરુમૂર્તિએ કહ્યું કે પરિષદમાં ભારતના છેલ્લા સાત મહિનાના કાર્યકાળમાં અમે વિભિન્ન મુદ્દાઓ પર એક સૈદ્ધાંતિક અને દૂરંદર્શી વલણ અપનાવ્યું છે. અમે જવાબદારીઓને નિભાવવાથી ડરતા નથી. અમે સક્રિય રહ્યા છીએ. અમે અમારી પ્રાથમિકતાવાળા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે