AK-203 Assault Rifles: AK-203 અસોલ્ટ રાઇફલ્સને લઈને ભારત-રશિયા વચ્ચે કરાર, ઇન્સાસ રાઇફલ્સને કરશે રિપ્લેસ

AK-203 Assault Rifles: એકે-203 રાઇફલ 7.62x39  એમએમ કેલિબરની રાઇફલ છે જે જૂની પડી ચુકેલી ઇન્સા રાઇફલ્સને રિપ્લેસ કરશે. એકે-203 રાઇફલની રેન્જ આશરે 300 મીટર છે. 

AK-203 Assault Rifles: AK-203 અસોલ્ટ રાઇફલ્સને લઈને ભારત-રશિયા વચ્ચે કરાર, ઇન્સાસ રાઇફલ્સને કરશે રિપ્લેસ

નવી દિલ્હીઃ AK-203 Assault Rifles: દેશના સૈનિકોને જલદી એક શાનદાર કલાશ્નિકોવ રાઇફલ મળવા જઈ રહી છે. આ અસોલ્ટ રાઇફલ રશિયાની એકે-203 છે. આ બાબતે સોમવારે ભારત અને રશિયા વચ્ચે મહત્વનો કરાર થયો છે, જે હેઠળ પાંચ લાખ એકે 203 રાઇફલ્સનું નિર્માણ મેક ઇન ઈન્ડિયા હેઠળ ઉત્તર પ્રદેશના અમેઠીમાં થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સમકક્ષ સર્ગેઈ શોઇગુએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 

ભારતે એકે-203 નિર્માણ માટે 'એક રાઇફલ, શ્રેષ્ઠ રાઇફલ'ની ટેગલાઇન આપી છે, કારણ કે દુનિયાભરમાં પ્રચલિત રશિયાની તમામ કલાશ્નિકોવ રાઇફલ્સમાં સૌથી શાનદાર ગનમાંથી એક છે. અમેઠીના પૂર્વવર્તી કોરબા ઓએફબી પ્લાન્ટમાં આ પાંચ લાખ અસોલ્ટ રાઇફલ્સનું નિર્માણ થશે. તે માટે બંને દેશોએ એક નવી કંપની તૈયાર કરી છે, જે 'ઈન્ડિયા રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ' (આઈએસઆરપી) ના નામથી ઓળખવામાં આવશે. આ સંયુક્ત ઉપક્રમ રશિયાની રોસોબોરોનએક્સપર્ટ અને કલાશ્નિકોવ અને ભારતની પણ બે કંપની એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્યૂપમેન્ટ લિમિટેડ અને મ્યુનિશેંય ઈન્ડિયા લિમિટેડને મેળવીને તૈયાર કરવામાં આવી છે. ભારતની આ બંને કંપનીઓ એડબલ્યૂઆઈએલ અને એમઆઈએલ હાલમાં ઓર્ડનેન્સ ફેક્ટ્રી બોર્ડના વિઘટન બાદ રક્ષા મંત્રાલય અંતર્ગત બનાવવામાં આવી છે. 

— ANI (@ANI) December 6, 2021

ઇન્સાસ રાઇફલ્સને કરશે રિપ્લેસ
કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, ભારત માટે રશિયાના મજબૂત સમર્થનની ભારત પ્રશંસા કરે છે. અમને આશા છે કે અમારા સહયોગથી આ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા આવશે. મને ખુશી છે કે નાના હથિયારો અને સૈન્ય સહયોગ સંબંધિત ઘણી સમજુતી, કરારો અને પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પરંતુ વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એકે-203 રાઇફલ્સના નિર્માણ માટે કોરબા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું, પરંતુ ટેકનીકલ કારણોથી રાઇફલ્સનું ઉત્પાદન શરૂ થયું નહોતું. આ કારણ છે કે ભારતે 70 હજાર એકે-203 રાઇફલ સીધી રશિયાથી ખરીદી હતી. આ સિવાય 1.40 લાખ સિગસોર રાઇફલ્સ પણ અમેરિકાથી ખરીદવામાં આવી હતી. 

રાજનાથ સિંહે સોમવારે ટ્વિટ કર્યું હતું કે "આજે નવી દિલ્હીમાં રશિયન સંરક્ષણ મંત્રી જનરલ સર્ગેઈ શોઇગુ સાથે સંરક્ષણ સહયોગ પર ફળદાયી અને નોંધપાત્ર દ્વિપક્ષીય ચર્ચા થઈ. ભારત રશિયા સાથેની તેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને મહત્ત્વ આપે છે." AK-203 રાઈફલ એ 7.62x39mm કેલિબરની રાઈફલ છે જે જૂની થઈ ગયેલી INSAS રાઈફલ્સને 'રિપ્લેસ' કરશે. AK-203 રાઈફલ લગભગ 300 મીટરની રેન્જ ધરાવે છે અને ખૂબ જ હળવી બંદૂક હોવા છતાં, તે ઘણી મજબૂત છે. આ બંદૂક કાઉન્ટર ઇન્સર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં ઘણી અસરકારક સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news