Corona Update: કોરોનાથી થતા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની નાગચૂડમાંથી હવે દેશ બહાર નીકળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની નાગચૂડમાંથી હવે દેશ બહાર નીકળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના 62 હજાર નવા કેસ નોંધાયા છે જ્યારે 1587 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 67,208 કેસ નોંધાયા હતા. જ્યારે 2,330 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
એક દિવસમાં કોરોનાના 62 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,480 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો વધીને 2,97,62,793 થઈ ગયો છે. જેમાંથી 7,98,656 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસનો આંકડો 73 દિવસ બાદ 8 લાખની અંદર ગયો છે. જે રાહતના સમાચાર છે.
એક દિવસમાં 1587 લોકોના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,587 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,83,490 થઈ ગયો છે. એક દિવસમાં કોરોનાથી 88,977 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,85,80,647 પર પહોંચી ગઈ છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં રસીના 26,89,60,399 ડોઝ અપાયા છે.
India reports 62,480 new #COVID19 cases, 88,977 discharges & 1,587 deaths in last 24 hrs, as per Health Ministry
Total cases: 2,97,62,793
Total discharges: 2,85,80,647
Death toll: 3,83,490
Active cases: 7,98,656 (below 8 lakh after 73 days)
Vaccination: 26,89,60,399 pic.twitter.com/hhd9c2krzs
— ANI (@ANI) June 18, 2021
એક દિવસમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાં કોરોનાના 19,29,476 ટેસ્ટ હાથ ધરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 38,7167,696 થયો છે.
#COVID19 | A total of 38,7167,696 samples tested up to June 17. Of these, 19,29,476 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/OjgI7lftDJ
— ANI (@ANI) June 18, 2021
ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ
રાજ્ય આરોગ્ય વિભાગે ગઈ કાલે જાહેર કરેલા નવા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 283 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 8,21,659 થયો છે. એક દિવસમાં કોરોનાએ 6 લોકોનો ભોગ લીધો. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 10,018 થયો છે. 24 કલાકમાં 770 લોકો રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 8,03,892 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે