24 કલાકમાં 18,139 નવા કેસ, કોરોનાના નવા ટ્રેનથી 82 લોકો થયા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં વધુ 20,539 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 2,634 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.આજદિન સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો આંકડો હવે માત્ર 2.16% છે.

24 કલાકમાં 18,139 નવા કેસ, કોરોનાના નવા ટ્રેનથી 82 લોકો થયા સંક્રમિત

નવી દિલ્હી: ભારતમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ફક્ત 18,139 નવા કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે. નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી દેશમાં કુલ સક્રિય કેસનું ભારણ પણ ઓછું થયું છે. આજે સક્રિય કેસની કુલ સંખ્યા 2,25,449 નોંધાઇ હતી. આજદિન સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો આંકડો હવે માત્ર 2.16% છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 20,539 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 2,634 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 307 નવા કેસના ઉમેરા સાથે સૌથી વધુ પોઝિટીવ ફેરફાર નોંધાયો છે જ્યારે કેરળમાં 613 કેસના ઘટાડા સાથે સૌથી વધુ નેગેટિવ ફેરફાર નોંધાયો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો તાજેતરમાં જ 1 કરોડથી વધારે થઇ ગયો છે. દૈનિક ધોરણે સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી આ આંકડમાં પ્રચંડ વધારો નોંધાયો છે. આજે કુલ સાજા થયેલાની સંખ્યા 10,037,398 નોંધાઇ છે. દર્દીઓ સાજા થવાનો સરેરાશ દર વધીને 96.39% થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79.96% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 5,639 નવા દર્દીઓની રિકવરી નોંધાઇ છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,350 અને પશ્ચિમ બંગાળમાં વધુ 1,295 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 81.22% નવા કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સર્વાધિક નવા કેસ નોંધાવાનું સતત ચાલુ છે જેમાં એક દિવસમાં વધુ 5,051 નવા કેસનો ઉમેરો થયો છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં અનુક્રમે 3,729 અને 1,010 નવા દર્દી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 234 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 76.50% દર્દીઓ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (72) મૃત્યુ નોંધાયા છે. કેરળ અને દિલ્હીમાં અનુક્રમે 25 અને 19 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુઆંક 109 છે. 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.

બીજી તરફ, 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. દિલ્હીમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી વધુ (569) મૃત્યુઆંક છે. સૌપ્રથમ વખત યુકેમાં મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 82 થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news