Vijay Divas: આ એક તસવીર... જે ભારતીય સેનાના શૌર્યની નિશાની જ્યારે પાકિસ્તાનની દુ:ખતી નસ

VIJAY DIWAS 16 December 2022: 16 ડિસેમ્બર 1971નો દિવસ પૂર્વ પાકિસ્તાનની આઝાદી અને બાંગ્લાદેશના નવા રાષ્ટ્ર તરીકે નિર્માણનો દિવસ ગણાય છે. આ યુદ્ધમાં લગભગ 8000 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાઓ આગળ ઘૂંટણિયે પડતા 1971માં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ નિયાઝીએ પોતાના 93000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધ  (VIJAY DIWAS 16 December 2022)માં લગભગ 2908 ભારતીય સૈનિકો પોતાના શૌર્યનો પરિચય આપતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. 

Vijay Divas: આ એક તસવીર... જે ભારતીય સેનાના શૌર્યની નિશાની જ્યારે પાકિસ્તાનની દુ:ખતી નસ

India Pakistan War 1971: આજથી લગભગ 51 વર્ષ પહેલા પશ્ચિમી પાકિસ્તાન (હાલનું પાકિસ્તા)ના અત્યાચારોથી મુક્તિ મેળવવા માટે 26 માર્ચ 1971ના રોજ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)એ અધિકૃત રીતે પોતાના આઝાદ થવાની જાહેરાત કરી હતી. તે સમયે બાંગ્લાદેશને એ વાતનો અંદાજો નહતો કે આ જાહેરાતથી પાકિસ્તાન કેવું ધૂંધવાઈ ઉઠશે. પાકિસ્તાન જો કે આઝાદી બાદથી જ બાંગ્લાદેશ પર દબાણ અને તાનાશાહી કરતું આવ્યું હતું અને આ જાહેરાત બાદ તેણે તાનાશાહીને વધુ વધારી દીધી. પાડોશી દેશ સાથે થઈ રહેલા આ અત્યાચારોને રોકવા માટે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના સ્વતંત્ર પ્રોગ્રામમાં પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું. ભારતે પોતાની સેનાઓને આદેશ આપ્યો કે તેઓ પાકિસ્તાનની સેનાઓને બાંગ્લાદેશમાંથી ખદેડી મૂકે. ત્યારબાદ 1971માં એક મોટું યુદ્ધ લડાયું અને આ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સશસ્ત્ર દળોની જીત થઈ. 

16 ડિસેમ્બરનો દિવસ 'વિજય દિવસ' તરીકે ઉજવાય છે
16 ડિસેમ્બર 1971નો દિવસ પૂર્વ પાકિસ્તાનની આઝાદી અને બાંગ્લાદેશના નવા રાષ્ટ્ર તરીકે નિર્માણનો દિવસ ગણાય છે. આ યુદ્ધમાં લગભગ 8000 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાઓ આગળ ઘૂંટણિયે પડતા 1971માં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ નિયાઝીએ પોતાના 93000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધ  (VIJAY DIWAS 16 December 2022)માં લગભગ 2908 ભારતીય સૈનિકો પોતાના શૌર્યનો પરિચય આપતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. આ ભારતીય વીર  જવાનોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે 16 ડિસેમ્બરનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવાય છે.  

બાંગ્લાદેશમાં પણ આ દિવસને ‘Bijoy Dibosh’ અથવા તો બાંગ્લાદેશ મુક્તિ દિવસ (Bangladesh Liberation Day) તરીકે ઉજવાય છે. જે પાકિસ્તાન સાથે લડીને જીતાયેલી બાંગ્લાદેશની અધિકૃત સ્વતંત્રતાનું પ્રતિક પણ છે. 

આ એક તસવીરથી પાકિસ્તાન અકળાય છે
સેનાની વર્દીમાં બેઠેલા શીખ ઓફિસરની નજર ટેબલ પર રાખેલા દસ્તાવેજ પર છે, બાજુમાં બેઠેલા સૈન્ય અધિકારી તે દસ્તાવેજ પર કલમ ચલાવતા જોવા મળે છે. પાછળ ઊભેલા કેટલાક વર્દીધારીઓ કૂતુહલ ભરેલી નજરથી બધુ જોઈ રહ્યા છે. માહોલ જેટલો શાંત દેખાય છે એટલો છે નહીં. આ તસવીર એક ઐતિહાસિક તસવીર છે. જે 1971માં પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું તેનો પુરાવો છે. શીખ ઓફિસર ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ (પૂર્વ કમાન) લેફટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોડા છે. અને બાજુમાં પાકિસ્તાની સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાઝી છે. 16 ડિસેમ્બર 1971ના દિવસે જ પાકિસ્તાની સેનાએ ભારત આગળ ઘૂંટણિયા ટેક્યા હતા. ભારતે પાકિસ્તાનના બે ફાડિયા કર્યા હતા અને બાંગ્લાદેશ એક નવા દેશ તરીકે દુનિયાના નક્શા પર આવી ગયો. પાકિસ્તાન માટે આ માત્ર એક હાર નહતી પરંતુ ભારતે તેનું ઘમંડ પણ ચૂરચૂર કર્યું હતું. કાશ્મીર મેળવવાના સપના જોતું પાકિસ્તાન પોતાની ભૂગોળમાં ઘટી ગયું હતું. જ્યારે પણ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ સંલગ્ન કોઈ અવસર આવે છે ત્યારે ભારત આ તસવીર દ્વારા પાકિસ્તાનની દુખતી નસ દબાવે છે.

સેના પ્રમુખની ઓફિસમાં ટાંગેલી છે આ તસવીર
આ તસવીરનું શું મહત્વ છે તેનો અંદાજો  તમે એ વાતથી પણ લગાવી શકો કે નવી દિલ્હીમાં આવેલા ભારતીય સેના પ્રમુખના કાર્યાલયમાં પણ આ ઐતિહાસિક તસવીરે ટાંગેલી છે. આ વર્ષે સાઉદીના આર્મી ચીફ અને તત્કાલીન ભારતીય સેના પ્રમુખ જનરલ નવવણેની મુલાકાત થઈ હતી ત્યારે પાછળ આ તસવીર પાછળ જોવા મળી હતી જે પાકિસ્તાનમાં ખુબ વાયરલ થઈ ગઈ હતી. જે રૂમમાં બંને અધિકારીઓ મળ્યા હતા તેની પાછળ જ આ તસવીર  જોવા મળી રહી હતી. પાકિસ્તાનીઓ ભડક્યા પણ હતા. 

No description available.

શું થયું હતું તે રાતે?
13 દિવસ ચાલેલું ભીષણ યુદ્ધ છેલ્લા 24 કલાકમાં તેના અંતિમ પડાવ પર પહોંચવાનું હતું. 14-15 ડિસેમ્બર 1971ની રાતે પાકિસ્તાની સૈનિક ઢાકામાં યુનિવર્સિટી બિલ્ડિંગમાં હતા. બીજી બાજુ ભારતીય વાયુસેનાએ મોરચો સંભાળેલો હતો. 15 ડિસેમ્બરની સવારે IAF ની સ્કવોડ્રને એક સાથે અનેક મિશન શરૂ કર્યા. ઢાકા યુનિવર્સિટી શહેરની વચ્ચોવચ હતી અને તેની આજુબાજુ ઊચી ઈમારતો હતા. IAF પાઈલટોએ ઊચી ઈમારતોની વચ્ચે જંગી જહાજો ઉડાવ્યો ત્યારે પાકિસ્તાની સૈનિકો થરથર કાંપવા લાગ્યા હતા. ભારતીય જેટ એટલા નીચે ઉડી રહ્યા હતા કે બિલ્ડિંગના ઉપરના માળેથી બધુ દેખાતુ હતું. લોકો બારીઓમાંથી ભારતીય પ્લેન જોતા હતા. 

રોકેટનો વરસાદ
પાકિસ્તાની સેનાને સંભાળવાની તક ન મળી અને તેના ઠેકાણાઓ પર રોકેટનો મારો શરૂ થઈ ગયો. એવું કહેવાય છે કે 1200થી વધુ રોકેટ ઢાકા યુનિવર્સિટી બિલ્ડિંગમાં ફાયર કરાયા હતા. યુનિવર્સિટીમાં છૂપાયેલા પાકિસ્તાની સૈનિકો અંતરથી હલી ગયા. 15 તારીખની સાંજ થતા તો પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીોએ યુનિવર્સિટી છોડી દીધી. તે સમયે તેઓ શહેરના સૌથી પ્રમુખ ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં શિફ્ટ થઈ ગયા. ભારત સરકારે તેને સુરક્ષિત જાહેર કરી. કારણ કે ત્યાં ત્રીજા દેશના નાગરિકો રોકાયેલા હતા. પાકિસ્તાની સૈન્ય ઓફિસરોને લાગ્યું કે હવે અહીં હુમલો નહીં થાય અને આનાથી સુરક્ષિત જગ્યા બીજી કોઈ નથી. ઢાકાને ભારતીય સેનાએ ઘેરી લીધુ હતું. ભારતીય નેવીના એક્શનની ખબર પણ ઢાકા પહોંચી ગઈ હતી. 

bangladesh protest

ભાગવાની ફિરાકમાં હતા પાકિસ્તાની સૈનિકો
પાકિસ્તાની સૈનિકો જીવ બચાવીને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. બર્મા ભાગવાની ફિરાકમાં હતા. ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો હતો. પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એએકે નિયાઝીએ અમેરિકી કોન્સ્યુલ જનરલનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તેઓ સીઝફાયર એટલે કે સંઘર્ષ વિરામ માટે રાજી છે અને સત્તા હસ્તાંતરણ કરવા માંગે છે. તેઓ ઈચ્છતા હતા કે પાકિસ્તાની સૈનિકો, તેમના સમર્થકોને સરન્ડર કરાવવાની જગ્યાએ બહાર જવા દેવામાં આવે. 

પાકિસ્તાની કમાન્ડરની ઓફર અમેરિકા થઈને ભારત પહોંચી. નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ એક્ટિવ થઈ ગયું. ભારત સરકારે સશર્ત સીઝફાયરની ઓફર ફગાવી અને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં બિનશરતી સરન્ડર કરવું પડશે. આ એક બોલ્ડ અને સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત પર જંગ રોકવા માટે સતત દબાણ વધી રહ્યું હતું. 

Indo-Pak War of 1971: You surrender or we wipe you out, Field Marshal Sam Manekshaw's message to Pakistan

માણેક શો એ આપી હતી ચેતવણી
ભારતીય સેનાના પ્રમુખ જનરલ સેમ માણેક શોએ લેફ્ટેનન્ટ જનરલ નિયાઝીને સંબોધિત કરતા રેડિયો મેસેજ મોકલાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાની સૈનિકોના સરન્ડર બાદ જ આ જંગ અટકશે. તેમના બ્રોડકાસ્ટમાં ચેતવણી અપાઈ કે તેટલાક સીનિયર પાકિસ્તાની અધિકારીઓના ભાગવાના પ્લાન વિશે પૂરી જાણકારી છે. અહીં ભારતીય ગુપ્તચર એજન્સીની ભૂમિકા પણ સમજવા જેવી છે. ભારતને ખબર પડી ગઈ હતી કે પાકિસ્તાની ઓફિસર કયા જહાજ કે એરક્રાફ્ટથી ભાગવાના છે. જનરલ માણેક શો એ તેમના નામ પણ લીધા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

જો કે તેમણે વચન આપ્યું કે જો પાકિસ્તાન આર્મી સરન્ડર કરશે તો તેઓ તમામ વર્દીધારી પાકિસ્તાનીઓ સાથે જીનેવા કન્વેન્શન હેઠળ વ્યવહાર કરાશે. બીમાર લોકોની સારવાર કરાશે અને મૃતકોને દફનાવવામાં આવશે. તે સમયે પાકિસ્તાની સેના મૃતક જવાનોને ત્યાં જ છોડીને આગળ વધી રહી હતી. 

ત્યારબાદ જે રીતે ફિલ્મમાં થાય છે તેવું જ કઈક જોવા મળ્યું. એક લાઈનનો સંદેશ જનરલ નિયાઝી સુધી ભારતીય સેનાએ પહોંચાડ્યો . હિન્દીમાં તેનો અર્થ હતો કે ડિયર અમે અહીં આવી ગયા છીએ. તમારો ખેલ ખતમ થઈ ગયો છે. અમારી સલાહ છે કે તમે હથિયાર મૂકી દો. અમે તમને છોડી દઈશું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ કરન્ડર કરી દીધુ અને આ ઈતિહાસ આજે પણ પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખટકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news