હું જીવિત છું...માત્ર એવું કહેવા માટે દર છ મહિને 95 વર્ષના માજીને છત્તીસગઢથી યૂપી 700 કિ.મી.નો ખાવો પડે છે ધક્કો!

95 વર્ષીય વૃદ્ધાએ માત્ર 6000 રૂપિયાના પેન્શન માટે દર 6 મહિને છત્તીસગઢના બિલાસપુરથી ઉત્તર પ્રદેશના બલિયાનો ધક્કો ખાવો પડશે. 

હું જીવિત છું...માત્ર એવું કહેવા માટે દર છ મહિને 95 વર્ષના માજીને છત્તીસગઢથી યૂપી 700 કિ.મી.નો ખાવો પડે છે ધક્કો!

નવી દિલ્લીઃ નિવૃતિ પછી લોકોને સરકાર તરફથી અતિ ઉપયોગી એવું પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન વૃદ્ધાવસ્થામાં લોકોને ઘણું ઉપયોગી થતું હોય છે. પરંતુ આ જ પેન્શન માટે મોટી ઉંમરના વૃદ્ધ લોકોએ જો 600 કિલોમીટર મુસાફરી કરવી પડે તો ? આજકાલ તો 50-70 વર્ષના લોકો પણ આટલી મુસાફરી નહીં કરી શક્તા. હોય, તો વિચારી જુઓ કે એક 95 વર્ષીય વૃદ્ધા દર 6 મહિને માત્ર 6000 રૂપિયાના પેન્શન માટે કેવી રીતે ધક્કા ખાતા હશે. ખરેખર આ દ્રશ્યો જોઈને તો ભલભલાને દયા આવી જાય. આ કિસ્સો છે છત્તીસગઢના બિલાસપુરનો. આવો જાણીએ સમગ્ર વિગત.

છત્તીસગઢના બિલાસપુરના લલિતા દેવી નામના 95 વર્ષીય વૃદ્ધા માત્ર 6000 રૂપિયાનું પેન્શન લેવા માટે છેલ્લા 20 વર્ષથી દર 6 મહિને ઉત્તરપ્રદેશના બલિયા જાય છે. આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. આટલી મોટી ઉંમરે પણ વૃદ્ધા પેન્શન લેવા UPના બલિયા સુધી જાય તે એક હિમ્મતની વાત છે. સૈનિક બોર્ડના આ નિયમ સામે કોઈ પણ લોકોના મનમા ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. 

ઉત્તરપ્રદેશના બલિયાના રહેવાસી રંજિત સિંહ નામના જવાન બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા તરફથી રાજપુત રેજિમેન્ટથી યુદ્ધ પણ લડ્યા હતા. રંજિતના પિતા દુર્ગા દત્ત પણ એક સ્વતંત્રતા સંગ્રામના સેનાની રહી ચુક્યા છે. રંજિત સિંહ 1945ના બીજા વિશ્વ યુદ્ધ બાદ નિવૃત થયા અને 2003માં નિધન થયું. ત્યારબાદ તેમના નાના પુત્ર આર.કે.સિંહ કે જે છત્તીસગઢના બિલાસપુરમાં કૃષિ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ પોતાની માતા લલિતા દેવીને પોતાની સાથે બિલાસપુર લઈ આવ્યા. 

બિલાસપુરમાં રહેતા વૃદ્ધા પોતાના સૈનિક પતિના માત્ર 6000 રૂપિયાના પેન્શન મેળવવા માટે છેલ્લે 20 વર્ષથી ઉત્તરપ્રદેશના બલિયાના ધક્કા ખાય છે. લલિતા દેવીના પુત્રએ કહ્યું કે બિલાસપુરથી બલિયા આવવા જવાના આશરે 4000 રૂપિયા ખર્ચ થાય છે. જેનું કારણ એ છે કે દર 6 મહિને સૈનિક બોર્ડ દ્વારા પેન્શન માટે લલિતા દેવીના જીવિત રહેવાનું પ્રમાણપત્ર મગાવવામાં આવે છે. આ શાસકીય નિયમ છે, તેમાં કોઈ આપત્તિ નથી, પરંતુ લલિતા દેવીના પુત્રએ અનેકવાર પેન્શન ખાતાને બિલાસપુર ટ્રાન્સફર કરવાની રજૂઆત કરી પરંતુ તે મામલે કોઈ નિરાકરણ આવ્યું નહીં.

મોટી ઉંમરને કારણે હવે લલિતા દેવી ચાલી પણ નથી શક્તા. લલિતા દેવીના પુત્ર કે જે ખુદ વૃદ્ધાવસ્થામાં છે તેઓ પોતાની માતાને બલિયા લઈ જાય છે તે પણ માત્ર એ દર્શાવવા કે તેમની માતા હજુ જીવિત છે. આર.કે.સિંહે જણાવ્યું કે તેઓ ઈચ્છે છે કે પેન્શનનું ખાતું હવે બલિયામાં ટ્રાન્સફર કરવામાં આવે. અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી જો કે કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. સામાન્ય રીતે વર્ષમાં એકવાર જીવિત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. પરંતુ સૈનિક બોર્ડમાં દર 6 મહિને આ પ્રમાણપત્ર દર્શાવવું પડે છે. આ કારણે આવવા જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news