આતંકવાદ વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો જાપાનનો મજબુત સાથ, બંને દેશોએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

ભારત અને જાપાન (Japan)  વચ્ચે મહત્વપૂર્ણ 2+2 વાર્તા આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ. ભારત તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને વિદેશ મંત્રી એસ જયશંકર તથા જાપાન તરફથી ત્યાંના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણ મંત્રી તારો કોનોએ ભાગ લીધો. બંને દેશો વચ્ચે ઝડપથી ગાઢ થતા જતા આપસી સંબંધોને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહી.

આતંકવાદ વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો જાપાનનો મજબુત સાથ, બંને દેશોએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: ભારત અને જાપાન (Japan)  વચ્ચે મહત્વપૂર્ણ 2+2 વાર્તા આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ. ભારત તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને વિદેશ મંત્રી એસ જયશંકર તથા જાપાન તરફથી ત્યાંના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણ મંત્રી તારો કોનોએ ભાગ લીધો. બંને દેશો વચ્ચે ઝડપથી ગાઢ થતા જતા આપસી સંબંધોને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહી. આ વાતચીતનું મુખ્ય ફોકસ હિન્દુ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષાને લઈને પરસ્પર સહયોગ મજબુત કરવાનો હતો. વ્યુહાત્મક દ્રષ્ટિએ બંને દેશો વચ્ચે સારો સહયોગ હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારત અને જાપાન વચ્ચે આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબુત કરવા માટે સમીક્ષા અને વિચારોનું આદાન પ્રદાન થયું. 

આ બેઠક બાદ જાપાનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પણ મુલાકાત કરી. આ મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે હિન્દ મહાસાગરમાં શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતાની મુખ્ય ચાવી ભારત અને જાપાનના સંબંધ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેઓ અને જાપાનના પીએમ શિંજો આબે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને ખુબ મહત્વ આપે છે અને તેમને આગામી મહિને ભારત જાપાન વાર્ષિક સંમેલનમાં શિંજો આબેના આવવાનો ઈન્તેજાર રહેશે. 

આ બેઠક બાદ બંને દેશોના પ્રતિનિધિઓએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું. સોળ પોઈન્ટના આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ઈન્ડો-પેસિફિક રીજન, સાઉથ ચાઈના સી અને તમામ મુદ્દાઓ પર બંને દેશોના પ્રતિનિધિઓએ ખુલીને વાત રજુ  કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષ પરસ્પર સહયોગ વધારવાની દિશામાં સતત આ પ્રકારે મંત્રણા કરતા રહેશે. આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં મોટી વાત એ છે કે આતંકવાદના ખાતમા માટે ભારત અને જાપાન એકસાથે આવ્યાં છે અને બંને દેશોએ આતંકના તમામ સ્વરૂપોની ટીકા કરી છે. 

મોટી વાત એ છે કે જાપાન અને ભારતના પ્રતિનિધિઓ વચ્ચે ટુ પ્લસ ટુ વાર્તા બાદ જે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે તેમાં પાકિસ્તાનનું નામ લઈને આતંકવાદને શરણ આપવા મુદ્દે પાકિસ્તાનની બરાબર  ઝાટકણી કાઢવામાં આવી છે. સીધા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદનો ખાતમો કરવો જોઈએ . તેમની સરહદની અંદર જે મદદ મળી રહી છે તેને સંપૂર્ણપણે નષ્ટ કરવી જોઈએ. 

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કોઈ પણ દેશ કે જ્યાં આતંકવાદ વધી રહ્યો છે ત્યાં તેને જે મદદ મળી રહી હોય તે ખતમ કરવી જોઈએ. જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પાકિસ્તાનનું નામ લઈને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે પાકિસ્તાને પોતાની સરહદોમાં જે આતંકવાદ ઉછરી રહ્યો છે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ. આતંકને શાંતિ અને ક્ષેત્રીય અખંડિતતા માટે જોખમ ગણાવતા બંને દેશોએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સમગ્ર દુનિયાએ એકસાથે આવવાની જરૂર છે. કોઈ પણ સ્વરૂપમાં આતંકવાદ ક્યાંય પણ ઉછરતો હોય તો તેને એક સાથે થઈને ખતમ કરવો જોઈએ. 

જે પણ દેશની સરહદની અંદર તેને મદદ મળી રહી હોય તે  ખતમ થવી જોઈએ. આતંક માટે શરણ ખતમ થવી જોઈએ. આતંકને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, જે મદદ મળે છે તે તરત સમાપ્ત થવી જોઈએ. બંને દેશોના પ્રતિનિધિઓ એ વાત પર સહમત હતાં કે આતંકનું જે નેટવર્ક છે , તેનો સંપૂર્ણ ખાતમો થવો જોઈએ. આતંક સમગ્ર દુનિયા માટે જોખમ છે. 

આ VIDEO પણ જુઓ...

ભારત અને જાપાને આતંકના કોઈ પણ સ્વરૂપની સંપૂર્ણ રીતે ટીકા કરી છે અને કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દુનિયાના તમામ દેશોએ આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવું જોઈએ અને તેના રૂટકોઝ પર તેના આતંકના મૂળ પર પ્રહાર કરવો જોઈએ. તે માત્ર શાંતિ માટે જ જોખમ નથી પરંતુ સમગ્ર ક્ષેત્ર માટે સમગ્ર દુનિયા માટે આતંકવાદ એક મોટું જોખમ છે. બંને દેશોના મંત્રીઓએ તમામ દેશોને આ મુદ્દે હળીમળીને એક એક્શન લેવાની વાત કરી છે અને આતંક સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news