DPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર

અમદાવાદ(Ahmedabad) ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી(DEO) રાકેશ આર. વ્યાસે ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજુલા શ્રોફ(Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત (Trustee Hiten Vasant) સામે શુક્રવારે મોડી સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 

DPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર

મૌલિક ધામેચા/અમદાવાદઃ DPS East સ્કૂલ શરૂ કરવા અંગે ખોટા દસ્તાવેજો રજુ કરવા અંગે સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ(Ex Principle) અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજૂલા શ્રોફ (Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત(Trustee Hiten Vasnat) સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ(DEO) વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં હાથીજણ ખાતેની DPS Eastની માન્યતા રદ્દ કરવા અંગે CBSE ટૂંક સમયમાં જ નિર્ણય લેવાનું છે. 

જમીન માલિકીની ખોટી માહિતી આપવા બદલ ફરિયાદ
જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, DPS East સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી NOC રજૂ કરી હતી. આ બનાવટી NOC રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં 11-9-2009ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી. 

તેમજ 21-1-2012ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજૂલા એસ. (Manjola Shroff) સહી કરી છેતરપિંડી આચરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે NOC આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. ત્યાર બાદ 2012માં સ્કૂલે ફરીથી શરતી NOC આપવા રજૂઆત કરી હતી, પરંતુ સરકારે તે પણ નકારી કાઢી હતી.

જુઓ વીડિયો.....

પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે હાલ DPSના કર્મચારી અને જમીન અંગે તલાટીનું નિવેદન લીધું છે. આ મામલે શિક્ષણ વિભાગ, જમીન-મહેસુલ વિભાગ અને પોલીસ સંયુક્ત રીતે વધુ તપાસ કરશે અને જવાબદારો સામે કાયદેસરનાં પગલાં લેશે.

હાઈવોલ્ટેજ ડ્રામા 
શુક્રવારે સાંજે જિલ્લા શિક્ષણાધિકારી જ્યારે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા ત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં જે ત્રણ વ્યક્તિ સામે આક્ષેપો લાગેલા છે તેઓ ઊંચી વગ ધરાવતા હોવાના કારણે પોલીસ પણ તેમની સામે ફરિયાદ નોંધવામાં પક્ષકાર બનવા તૈયાર ન હતી. સાથે જ DEO પણ કોને આરોપી તરીકે દર્શાવવા તે અંગે અસમંજસમાં મૂકાયા હતા. ડીઈઓ અને શિક્ષણ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ વચ્ચે 5 કલાકની લાંબી ચર્ચા થયા બાદ મોડી રાતે 11 વાગે અનિતા દુઆ, હિતેન વસંત અને મંજૂલા શ્રોફ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. 

ખોટી NOCથી ડીપીએસ સ્કૂલને માન્યતા મેળવ્યા બાદ 9 વર્ષ સુધી આ સ્કૂલ બેરોકટોક ચાલી રહી હતી. નિત્યાનંદનો વિવાદ સર્જાતા ડીપીએસ સ્કૂલે માન્યતા જ ખોટી મેળવી હોવાનું સરકારને ખબર પડી હતી. ટૂંકમાં છેલ્લા 9 વર્ષથી સ્કૂલે રાજ્ય સરકાર, CBSE અને કલેક્ટર કચેરી તંત્રને છેતર્યા હતા. 

CBSE પણ ભરશે પગલાં
આ બાજુ CBSE દ્વારા પણ DPS East સામે શાળાની મંજુરી લેવા માટે ખોટા દસ્તાવેજો રજુ કરવા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. બોર્ડ એક-બે દિવસમાં જ DPS East સ્કૂલની માન્યતા રદ્દ કરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. તેના કારણે આ સ્કૂલમાં ભણતા અસંખ્ય બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news